ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામની બે સગીરાઓ સાથે છેડતી અને એક સગીરા ઉપર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના બે દિવસના રીમાન્ડ સ્પે. (પોકસો) કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ અંગેની વિગતો આપતા ગીર સોમનાથ જીલ્લાનાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, કોડીનાર તાલુકાના છાછર ગામની એક જ પરીવારની ત્રણ સગીરાઓ પૈકી બે સાથે છેડતી કરેલ અને એક સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી સાજીદ ઇમરાન વાકોટ, રહે. છાછરની સામે સગીરાના પિતાએ કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. આ કેસમાં તપાસનીશ અધિકારી એસ.એન. ચુડાસમાએ ગુન્હો નોંધી આરોપી સાજીદ ઇમરાન ને ઝડપી લઇ કોડીનાર કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળા એ દલીલો કરેલ જેમાં ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ હથીયાર કબ્જે કરવાનું બાકી હોય તેમજ અન્ય આરોપી ફરાર હોય તેને ઝડપવા માટે તેમજ છાછર ગામના આ બનાવમાં મુંગી અને બહેરી માતાની સગીર વયની દિકરીઓ સાથે આ પ્રકારનું કૃત્ય થયેલું છે જે સમાજ માટે લાલબતી સમાન છે અને આવા કિસ્સાઓમાં આરોપીને તપાસ માટે રીમાન્ડ મળવા જરૂરી હોય તથા મજુર વર્ગની નાની દિકરીઓને ઘરમાં એકલી રાખવા મુશ્કેલ બને નહિં તેવી દલીલો ધ્યાને લઇ કોડીનારના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ એસ.એલ. ઠકકરે દિવસ બેના રીમાન્ડ મંજુર કરેલ હોવાનું જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews