મનરેગા કોૈભાંડ : મૃત્યુ પામેલાને સભાસદ બનાવી સંખ્યાબદ્ધ બોગસ મંડળીઓ ઊભી કરાઈ ! : કરોડો રૂપિયાની નાણાંકીય ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ

0

વિધાનસભામાં વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે સરકારી નોકરી કરનારા દ્વારા મનરેગાના મસ્ટર ઉપર મજૂર તરીકે નામ નોંધાવી નાણાં લેતા હોવાનું તેમજ બાળ-મજૂરો ઉપર પ્રતિબંધનો કડક કાયદો અમલમાં હોવા છતાં મનરેગાના મસ્ટર ઉપર આવા ૧રથી ૧પ વર્ષના બાળ-મજૂરો નોંધાયેલા છે અને તેમને નાણાં ચૂકવાતા હોવાનું કૌભાંડ રાજયમાં ચાલતી હોવાની વિગતો રજૂ કરી હતી તો અન્ય એક ધારાસભ્યે બોગસ સહકારી મંડળીઓનો મુદ્દો ઉઠાવી તેમાં વર્ષો પહેલા મૃત્યુ પામનારાને સભાસદ બનાવી દેવાયાનું જણાવવા સાથે આવી મંડળીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી રદ કરવા તથા સહકાર ક્ષેત્રને રાજકીય નેતાઓથી દૂર રાખવા કાયદો લાવવાની માગણી કરી હતી. વિધાનસભામાં બજેટ ઉપરની માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતોની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ખાતર મેળવવા રિક્ષાવાળાને મોકલતા તો તે પોતાના આઈ.ડી. કાર્ડ ઉપરથી ખાતર લાવી શકતો હવે નવી વ્યવસ્થા મુજબ કિઓસ્ક મશીનમાં ખેડૂત ખાતેદારનો અંગૂઠો મુકવાનું ફરજિયાત બનાવાયું છે. જાે આમ ના કરે તો ખાતરની સબસીડી ના મળે. બીજી તરફ ખેડૂતો મોટા ભાગે વૃદ્ધ કે મોટી વયના હોય છે. તેમાં માંદગીવાળા ખેડૂતોને ખાટલા સાથે ત્યાં લઈ જવો પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ હોઈ આ અંગે સરકારે વિચારવું જાેઈએ. વધુમાં તેમણે સહકારી બોગસ મંડળીઓના વઘેલા વ્યાપ અંગે કહ્યું કે ઠેર-ઠેર સંખ્યાબદ્ધ રીતે આવી બોગસ મંડળીઓ ઉભી કરી દેવાઈ છે અને તેમાં વર્ષો અગાઉ મૃત્યુ પામેલાને તેમાં સભાસદ બનાવી દેવાયા છે. એક એક ગામમાં બે ચાર મંડળીઓ જાેવા મળે છે. વારસદારો દ્વારા પોતાના વડીલોના મૃત્યુ અંગે સોગંદનામા કરી દીધા હોવા છતા તેમના નામ સભાસદમાં છે અને તેમાં તલાટી-મંત્રીના બોગસ સહીસિક્કા પણ જાેવા મળે છે ત્યારે આવી બોગસ મંડળીઓને સરકાર રદ કરી તેમાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. પછી ભલે તેમાં કોઈપણ પક્ષનો સભ્ય હોય ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવી જાેઈએ. બીજુ એ કે આવી સહકારી મંડળીઓમાં રાજકીય નેતાઓ કોઈ સામેલ ના થાય તે અંગે સરકાર કાયદો બનાવે અને સહકાર ક્ષેત્રને જીવંત અને લાભકારક રાખવા આવા રાજકીય લોકોને તેનાથી દૂર રાખવા સરકાર તજવીજ કરે તેવી માંગણી પણ તેમણે કરી હતી. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આક્રમક અભિગમ અપનાવતું સંબોધન ગૃહમાં કર્યું હતું. તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજય સરકાર પૈસા તો બહુ આપે છે. આજે પણ રૂા.૩૦૦૦ કરોડથી વધુની બજેટની માગણી મંત્રીએ ગૃહમાં મૂકી છે. કરોડો રૂપિયા સરકારના બારોબાર વચેટિયો ખાઈ જાય છે. રાજયમાં ચરી જનારા આખલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. તેમણે વધુમાં સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર સહિતની વિવિધ એજન્સીમાં નોકરી કરનારા મનરેગામાં મજૂર તરીકે મસ્ટરમાં નામ નોંધાવી પૈસા લઈ લેતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. એટલુ જ નહીં રાજયમાં બાળ-મજૂરી સામે કડક કાયદો વિધાનસભામાં પાસ કરાયો છે તેમ છતાં આ મનરેગાના મસ્ટરમાં ૧રથી ૧પ વર્ષના બાઈ મજૂરોના નામ છે અને તેમને નાણાં અપાયાનો બોલતો પુરાવો છે. ધારાસભ્યો પોતાના મત વિસ્તાર પાવી જેતપુર તાલુકાના ગામની હકીકતના પુરાવા નામ સાથે જણાવ્યું હતું કે, શિક્ષક, જીઈબી, એસઆરપી, વન- બીટગાર્ડ, રેલવે કર્મી વગેરેને મનરેગામાં મસ્ટર ઉપર નાણાં ચૂકવાયા છે અને આ ૧રથી ૧પ વર્ષના બાળકોને નાણાં ચૂકવાય છે આ ઉપરાંત ગામના સરપંચે તળાવ બનાવ્યા વિના તેના નાણાં લઈ લીધા અને કંપાઉન્ડ વોલ આજ સુધી બની નથી અને તેના નાણાં ૧૯ લાખ રૂા. બારોબાર લઈ લેવાયા છે ત્યારે સરકાર આ બધા ભ્રષ્ટાચારના બનાવોની કડક તપાસ કરી ફરજ મોકૂફી સહિતના પગલા લે અને નાણાં વસૂલ કરાવે તેવી તેમણે માંગણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews