ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મુક્ત રાષ્ટ્ર કરવાના અભિગમને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોરોના રસીકરણની ચાલતી આ કામગીરી અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૨૭ માર્ચ શનિવારના રોજ આ વિસ્તારના લોકો માટે કોરોના વેક્સિનેશન અંગે ખાસ કેમ્પનું આયોજન વોર્ડ નંબર-૧૦ના કોર્પોરેટરો ગીરીશભાઈ કોટેચા, આરતીબેન જાેશી, હિતેન્દ્રભાઈ ઉદાણી અને દિવાળીબેન પરમારના માર્ગદર્શન નીચે રાખવામાં આવ્યું છે. આ વેક્સિનેશન કેમ્પનો લાભ ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના કે જેઓને ડાયાબિટિસ, હૃદય બીપી તથા લાંબા સમયની બીમારી હોય તેને મળવાપાત્ર રહેશે. સરકારી ગાઇડલાઇન મુજબ યોજાનાર કોરોના વેક્સિનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેનાર લોકોએ તેનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ સાથે રાખવા તેમજ બપોરે ૩ થી ૬ દરમ્યાન યોજાનારા વેક્સિનેશન કેમ્પ અંગેની વધુ માહિતી માટે કોર્પોરેટરોનો સંપર્ક કરવા વોર્ડ નંબર-૧૦ના કોર્પોરેટર આરતીબેન જાેશીની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews