બિલખા ગામે સ્વ. સૃષ્ટિબેન રૈયાણીને શ્રધ્ધાંજલી સાથે ખોડલધામ મહિલા મંડળની સ્થાપના

0

બિલખા ગામે લેઉવા પટેલ સમાજ ખાતે જેતલસરમાં નરાધમનાં વિકૃત માનસનાં શિકાર બનેલી સ્વ. સૃષ્ટિબેન રૈયાણીને પટેલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી. ત્યારબાદ ખોડલધામ મહિલા મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં મુકતાબેન ડોબરિયાની પ્રમુખ પદ ઉપર વરણી થયેલ છે. આ તકે ખોડલધામ મહિલા મંડળ જૂનાગઢ જીલ્લા કન્વીનર નયનાબેન વઘાસીયા, ખોડલધામ સમાધાન પંચનાં સભ્ય રમીલાબેન, મીનાબેન રામાણી, ખોડલધામ મેરેજ બ્યુરો ઈન્ચાર્જ હંસાબેન પાઘડાર, મીનાબેન સુર્યા, પૂર્વ ખોડલધામ બિલખા શહેર કન્વીનર પ્રજ્ઞાબેન વસોયા હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews