ખંભાળિયાનાં રઘુવંશી મહિલા અગ્રણીની ઝોનલ અધ્યક્ષ તરીકે નિમણુંક

0

રઘુવંશી સમાજ માટે આદરપાત્ર એવી શ્રી લોહાણા મહાપરિષદ કે જે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે, આ સંસ્થા દ્વારા ખંભાળિયાના અગ્રણી મહિલા રઘુવંશી જેમીનીબેન યોગેશભાઈ મોટાણીની શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-૨ના હાલાર અને પોરબંદર જિલ્લાના મહિલા અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ તેમજ વિવિધ સ્થાનિક સેવાકીય સંસ્થાઓ તથા મહિલા સંસ્થાઓમાં સક્રિય રીતે જાેડાયેલા જેમિનીબેન મોટાણી દ્વારા આ પંથકમાં જ્ઞાતિલક્ષી જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓને વેગ મળે તેમજ તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓના ફળસ્વરૂપે સંસ્થાના મહિલા અધ્યક્ષા રશ્મિબેન વિઠલાણી તથા પ્રમુખ સતિષભાઈ વિઠલાણી દ્વારા તેમને ઝોનલ અધ્યક્ષ તરીકેની આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ વરણીને ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથક અને પોરબંદરના રઘુવંશી જ્ઞાતિજનોએ આવકારી અને શુભકામનાઓ પાઠવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews