માંગરોળ : સેવાભાવી યુવાનોએ ગાયોને ૧પ૧ કિલો લાપસી ખવડાવી

0

બાપા સીતારામ ગૌશાળાના કાર્યકરો દ્વારા શેરીયાજ ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન મિત્રો તેમજ કુકસવાડા ગૌ સેવા હોસ્પિટલના યુવાનો સાથે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાપા સીતારામ ગૌ શાળાના સેવાભાવી મિત્રો દ્વારા ગાયોને ૧૫૧ કિલો લાપસી બનાવીને ખવડાવી હતી. આ ગૌશાળામાં ૩૫ જેટલા ગૌ ધન સાચવેલ છે અને લગભગ ૩૦ થી ૩૫ યુવાનો ખભે ખભા મિલાવીને કામ કરે છે. આ ઉપરાંત અહીંની ગાયોના છાણમાંથી યુવાનો દ્વારા જાતે જ છાણાં બનાવીને હુતાસણી માટે ઉપયોગમાં લેવાય છે. કાર્યક્રમનું સમગ્ર સંચાલન રમેશભાઇ જાેષીએ કરેલ હતું.