જૂનાગઢનાં યુવા ગાયક કલાકાર રજનીકાંત ભટ્ટએ મેળવી અનેરી સિદ્ધિ

0

જૂનાગઢના યુવા ગાયક કલાકાર રજનીકાંત ભટ્ટ તા. ૧૫મી જુલાઈ ૨૦૧૭ થી સતત દર શનિવારે ફેસબુક અને યુટ્યુબ ચેનલના માધ્યમથી કરાઓકે ટ્રેક ઉપર લાઇવ ફિલ્મી ગીતો પીરસે છે. આ લોન્ગેસ્ટ લાઇવ મ્યુઝીકલ કોન્સર્ટ (ઓનલાઈન)ની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે. ત્યારે “હાઈ રેંજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” સંસ્થાએ નોધ લઈ તા. ૧૫મી જુલાઈ ૨૦૧૭ થી સતત ઓનલાઈન લાઇવ થતાં આ કાર્યક્રમને “વર્લ્ડ રેકોર્ડ” થી સન્માનિત કરેલ છે.
જૂનાગઢના જ અનેક નામી કલાકારોને આરકે મ્યુઝીકલ એકેડેમીના માધ્યમથી રજનીકાંત ભટ્ટએ લાઇવ કાર્યક્રમમાં રજુ કરેલા છે. રજનીકાંત ભટ્ટના નામે યુટ્યુબ ચેનલ અને ફેસબુક આઈડી કાર્યરત છે. અત્યાર સુધીમાં ૩૮૯ જેટલા ગીતો પ્રસારિત કરી ચુક્યા છે. જે સિદ્ધિ બદલ રજનીકાંત ભટ્ટને તા. ૨૨/૦૩/૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતેથી “હાઈ રેંજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” સંસ્થા દ્વારા ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના સમયમાં લોકોને કરાઓકે મ્યુઝીક દ્વારા ઘરે બેસી આનંદ પીરસવાની પણ અનેરી સિદ્ધિ મેળવેલી છે. તે બદલ સમગ્ર ચાહક વર્ગ પણ તેઓનો ખુબ આભાર માને છે. જે જૂનાગઢ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews