ઉના : માસ્ટર નીરજ વાળાનું ચિત્ર રાજ્યકક્ષા માટે ટોપ ટેન ચિત્રોમાં પસંદગી પામ્યું

0

તાજેતરમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ તરફથી મોકલવામાં આવેલ ચિત્રોમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાના ૧૨ વર્ષંના બાળ ચિત્રકાર માસ્ટર નીરજ વાળાનું “હોળી વિષય”નું ચિત્ર રાજ્યકક્ષાએ ટોપ ટેનમાં પસંદ થયેલું છે. જે ઉના માટે ગૌરવની વાત છે. આ ગૌરવ સ્થાન સુધી પહોંચવા માટે માસ્ટર નીરજ વાળા પોતાની કલાને નિખાર માર્ગદર્શન દિશા નિર્દેશ માટેનો તમામ શ્રેય પોતાના ટ્યૂશન ટીચર શીતલબહેન મહેતાને આપે છે. હવે લાઈવ ચિત્ર સ્પર્ધા માટે રમત-ગમત અધિકારીની કચેરી મુ.ઈણાજ તા.ગીરસોમનાથ જનાર છે. રાજ્યમાં પ્રથમ વિજેતાને ૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને ૧૫,૦૦૦, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦ તથા ટોપ ટેનના અન્ય પ્રતિભાગીને ૫,૦૦૦ની રાશી પુરસ્કાર સ્વરૂપે એનાયત થશે. ગુજરાત રાજ્ય કક્ષાએ ઉનાનું નામ ઉજળું કરનાર માસ્ટર નીરજ વાળા જે ઉનાનું ગૌરવ છે. તેમનાં સમાચારથી ઉના કલા પ્રેમી જનતામાં આનંદની લાગણી છવાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews