કોરોના વેકસીન સુરક્ષિત છે : સુભાષભાઈ

0

કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર દેશમાં શરૂ થઈ ચુકી છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ કોરોના સામે રક્ષણ આપતી રસીનો લાભ બહોળી સંખ્યામાં લોકો લે તેવા ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. આ બાબતને ધ્યાને લઇ જૂનાગઢના વરિષ્ઠ જાગૃત નાગરિક સુભાષભાઇ પાણીપુરીવાળાએ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કોરોના વેકસીન લીધી હતી. સુભાષભાઇએ જણાવ્યું હતું કે, પોતે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દી છે તેમણે ભરપેટ ભોજન લઇ વધું પાણી પીધા પછી વેકસીન લીધી હતી અને વેકસીન લીધા પછી તુરંત જ પેરાસીટામોલની દવા લીધી હતી. આ રસી લેવાથી કોઈપણ આડઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરવાયા વગર ર્નિભય બની કોરોનાની રસી મુકાવવી જાેઈએ. મારી વરિષ્ઠ જાગૃત નાગરિકોને અપીલ છે કે, કોરોનાની વેકસીન અવશ્ય લેવી જાેઈએ અને બીજાને પ્રેરણા આપવી જાેઈએ. વેકસીન સંપુર્ણ સુરક્ષિત છે. વેકસીન લઈ કોરોનાને હરાવવો જાેઈએ અને દેશને બચાવવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews