જૂનાગઢમાં સેવાશ્રય સંસ્થા દ્વારા સેવાભાવિઓનું સન્માન કરાયું

0

સેવાશ્રય સંસ્થા દ્વારા વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. તાજેતરમાં સાંપ્રત એજયુકેશન ટ્રસ્ટ જે દિવ્યાંગ બાળકોની સેવા વિજાપુર ખાતે કરે છે તે સંસ્થાના પ્રમુખ અને સેવાના ભેખધારી સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ ૧૪ વર્ષથી અવિરત દિવસ-રાત જાેયા વિના મહિલા અને બાળ વિકાસ તેમજ મહિલા સુરક્ષાની પ્રવૃત્તિમાં આગવું યોગદાન આપનાર અને પૂર્વ ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન રસીલાબેન કથીરીયા તેમજ વર્તમાન ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન ગીતાબેન માલમનું સન્માન કરાયેલ. આહ સન્માન સમારંભમાં સ્થાનિકની પ્રવૃતિના વિગતવાર અહેવાલ સંસ્થાના માર્ગદર્શક પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભરત ગાજીપરાએ વિગતવાર આપેલ તેમજ સેવાશ્રય સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિમાં જરૂરીયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક કાનુની સેવા આપવાની, સંસ્થા દ્વારા જાહેરાત કરાયેલ હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે સંસ્થાના સાથી કાર્યકરો કોર્પોરેટર ધર્મેશ પોસીયા, પૂર્વ કોર્પોરેટર સુરેશ પાનસુરીયા, યોગેશ પાનસુરીયા અને હાર્દીક વડાલીયા, મહેશ ભીમાણી, પીયુષ રામાણી સહીતના અનેક આગેવાનો કાર્યકરો હાજર રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews