ગીર સોમનાથ જીલ્લામાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ૮ હજાર લીટર બાયોડીઝલ સહિત રૂા.૬.૫૦ લાખનો મુદામાલ સીઝ કર્યો

0

ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થઇ રહેલા બાયોડીઝલના રેકેટનો ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ભાંડાફોડ કરી ૮ હજાર લીટર બાયો ડીઝલ સહિત રૂા.૬.૫૦ લાખનો મુદામાલ સીઝ કરતા ફફડાટ ફેલાયો છે. જીલ્લામાં સ્થાનીક પોલીસ અને તંત્રને અંધારામાં રાખી ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમએ કરેલ કાર્યવાહીથી અધિકારી વર્ગોમાં હડકંપ જેવો માહોલ પ્રસર્યો છે.
સરકાર દ્વારા બાયોડીઝલના વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોવા છતાં સ્થાનીક કક્ષાએ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓની મીઠી નજર હેઠળ બેરોકટોક બાયોડીઝલનું વેંચાણ થતુ હોવાની વાતો વારંવાર ઉઠે છે. દરમ્યાન ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ગીર સોમનાથ જીલ્લામાં થઇ રહેલ બાયોડીઝલના વેંચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે ગીર સોમનાાથ જીલ્લામાં સુત્રાપાડા રોડ ઉપર લાટી ગામ નજીક અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્યામાં બાયોડીઝલના પંપ ઉપર ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમના પીઆઈ જે.એસ. કંડોરીયાની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુરૂકૃપા ટ્રેડર્સ નામે તાંતીવેલા ગામનો પ્રફુલ્લ સામતભાઇ રામ ગેરકાયદેસર બાયોડીઝલ વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું હતુ. સ્થળ ઉપર રહેલ ૧૦ હજાર લીટર ક્ષમતાવાળી સીન્ટેક્સની બે ટાંકીમાંથી ૮ હજાર લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. આમ સ્થળ ઉપરથી સીઆઇડી ક્રાઇમની ટીમે રૂા.૬.૫૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હતો. આ દરોડોમાં પાછળથી સુત્રાપાડા મામલતદાર આર.એસ. હુણ સહિતનો સ્ટાફ પણ જાેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલનું બેરોકટોક વેંચાણ જવાબદાર ભ્રષ્ટ વિભાગોના અધિકારીઓની મીઠી નજર હેઠળ થતુ હતું. સ્થાનીક કક્ષાએ આ ગેરકાયદેસર થઇ રહેલ વેંચાણને અટકાવવા માટે કોઇ સઘન પ્રયાસો જવાબદાર વિભાગો કરતું ન હોવાના લીધે સ્થાનીક પોલીસ સહિત સરકારી જવાબદાર વિભાગોને અંધારામાં રાખી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી બાયોડીઝલના ગેરકાયદેસર રેકટનો ભાંડાફોડ કર્યો હોવાની જાણકારોમાં ચર્ચા થઇ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!