જીએસટી કાયદામાં ફેરફાર કરી નવા સ્વરૂપમાં લઇ આવવા વેરાવળનાં વેપારીવર્ગની માંગ

0

જીએસટી કાયદો સરળ કરવા અને વેપારીઓને પડી રહેલ મુશ્કેલીઓ સત્વરે દુર કરવા અંગે વેરાવળમાં વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી નવો જીએસટી કાયદો નવા સ્વરૂપમાં લઇ આવવા માંગણી કરી છે.
જીએસટીની મુશ્કેલીઓ અને અવ્યવસ્થાથી મુશ્કેેલી અનુભવતા વેપારીઓએ અનોખો પ્રયાસ શરૂ કરેલ છે. જેમાં દેશની ટોચની વેપારી સંસ્થા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા વેપારી મંડળ દ્વારા સામૂહીક મેમોરેન્ડમ સુપ્રરત કરવાની પરંપરા અનુસંધાને જીએસટી સરળ બનાવવા માટે ગઈકાલે વેરાવળના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વેપારી વર્ગને જીએસટી અસમાનતાથી સુરક્ષિત રાખવો જાેઇએ અને જીએસટીનું નવું સ્વરૂપ બનાવવાની માંગ કરેલ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા વેપારી મંડળના અનિષ રાચ્છ, ગીરીશ પટ્ટ, અમુભાઇ આહુજા, મુકેશભાઇ ચોલેરા, દીનેશ રાયઠઠ્ઠા સહીતના વેપારીઓએ વડાપ્રધાનને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, પરંપરાગત નાના રીટેલરો ભારતના અર્થતંત્રના કરોડરજજુ સમાન છે. માત્ર સરકારનું કામ કરવા માટે ભારવહન ઉપરાંત દેશના ૪૪ કરોડ યુવાનોને રોજગાર પણ પૂરો પાડે છે. જીએસટી આવક સંગ્રહમાં માત્ર ૨૦ ટકા સંગ્રહ વેપારીઓ દ્વારા આવે છે જ્યારે સંગ્રહમાંથી ૮૦ ટકા ઉદ્યોગ અને સેવાઓ ક્ષેત્રમાંથી આવે છે આવી સ્થિતિમાં જાે નાના વેપારીઓ માટે જીએસટીની જાેગવાઇઓ સરળ બનાવવામાં આવે તો રાષ્ટ્રનો દરેક વેપારી પોતાનો વેપાર વધારવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવે અને દેશની અર્થ વ્યવસ્થામાં તેમની ભાગીદારીને વધુ સુનિશ્ચિત કરશે.
આ બાબતે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપારી મંડળ ગુજરાતના પ્રમુખ જયેન્દ્રભાઇ તન્નાએ જણાવેલ કે, સરકાર સમયે સમયે જુના કાયદાઓ અને અગાઉના અનુભવની માંગણીઓની સમીક્ષા કરે તથા નવા કાયદાના આધારે કાયદામાં સુધારો કરી એક નવા સુધારેલા જી.એસ.ટી કાયદાને સરળ પસાર થવો જાેઇએ. જે નાના વેપારીઓને નાણાકીય અને માનસિક ત્રાસથી બચાવશે. જેથી હાલના જીએસટીને સરળતાથી પ્રવેશ મળે તેમજ નવા જીએસટી કાયદા અંગે મુખ્યત્વે વાર્ષિક જીએસટીને ૭૫ લાખ સુધી મર્યાદિત રાખવો જાેઇએ. જી.એસ.ટી.ના ફક્ત ત્રણ સ્લેબ જ જરૂરી વસ્તુઓ જેવી કે ખાદ્ય, દવાઓ, આરામદાયક વસ્તુઓ કોસ્મેટીક્સ વગેરે, લક્ઝરી આઇટમ પ્રદાન કરવી જાેઇએ. એચ,એસ,એન કોડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. આજે મોટાભાગના વેપારીઓ એચ.એસ.એન. કોડમાં તફાવતને કારણે ભૂલો કરે છે અને નાણાકીય દંડનો ભાગ બને છે. વેચાણકર્તાને જીએસટી ચૂકવ્યા પછી પણ ખરીદાર વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. કારણ કે, વેચનાર જાે કોઇ કારણોસર પોતાનો જીએસટીઆર ૧ મેળવે છે. જાે વેચનાર દુર્ભાગ્યપૂર્ણ સરકાર ઉપર ટેક્સ ભરવા માટે સમર્થ નથી તો આવી સ્થિતિમાં વેપારી કોઇ ભૂલ કર્યા વિના દંડ ભરે છે અને ફરી એક વખત જીએસટી ચૂકવવો પડે છે. જાે ખરીદનાર વેપારી જી.એસ.ટી ચુકવણીનો સંપૂર્ણ પુરાવો આપે તો તેણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને વેચનારને દંડ આપવો જાેઇએ.
વધુમાં હાલ જીએસટી વળતરમાં અજાણતાં ભૂલો સુધારવાની કોઇ જાેગવાઇ નથી ત્યારે અજાણતાં ભૂલને સુધારવાની તક આપવા માટેની જાેગવાઇ પણ હોવી જાેઇએ. સરકાર દ્વારા આ રીતે કાયદો અમલી કરવામાં આવે તો વ્યાપારી વર્ગ એક મોટી સફળતા અને સરળતાનો અનુભવ કરશે અને વેપારીઓને ટેક્સનું ભરવા પાલન કરવા સ્વૈચ્છાએ પ્રોત્સાહિત થશે તેમ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!