વેરાવળની કુખ્યાત ઇમરાન ચીપાની ગેંગના ચાર સભ્યો સામે પોલીસે કાયદાનો કોરડો વિંઝી ગીર સોમનાથ જીલ્લાના પ્રથમ ગુજસીટોકનો ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ પ્રસરેલ છે. આ ગેંગ વિરૂધ્ધ ખંડણી ઉઘરાવી, હત્યાના પ્રયાસો, મારામારી, હદપારી ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ જેવા ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાઓ નોંધાયેલ હોવાથી ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ મામલે નોંધાયેલ ગુજસીટોકના ગુનાના ચાર પૈકી ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે. જયારે એક હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.
રાજયમાં ગેંગો થકી થતી ગુનાખોરીને ડામવા ૨૦૧૬માં રાજય સરકાર ગુજસીટોકનો કાયદો અમલમાં લાવી હતી. જે કાયદા હેઠળ ગુનાખોરી આચરતા અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વિભાગને અમુક સ્વંત્રતા આપવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જીલ્લા પોલીસે વેરાવળની કુખ્યાત ઇમરાન ચીપાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ જીલ્લાનો પ્રથમ ગુનો નોંધ્યો છે. જે અંગે ફરીયાદી બનેલા વેરાવળ સીટી પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ કે, ઇમરાન ચીપાની ગેંગ દ્વારા છેલ્લા દસ વર્ષ દરમ્યાન વેરાવળ શહેર તથા ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં શરીર સંબંધી, મિલ્કત સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી મારામારી કરવા, હત્યાના પ્રયાસો કરવા, જમીન-મકાન મિલ્કત બળજબરીથી પચાવી પાડી પોતાના અંગત આર્થિક લાભ ખાતર ગુના આચરી પોતાની ટોળકીની ગુનાહીત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી રહેલ હતા. આ ગેંગના સભ્યો વિરૂધ્ધ અત્યાર સુધીમાં ૨૨ જેટલા ગુનાઓ નોંધાયા હોવાથી ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુમાં ડી.ડી. પરમારે જણાવેલ કે, પોલીસે આરોપીઓ (૧) ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણી (૨) અમીત ઉર્ફે બાવો યોગેન્દ્રભારથી ગોસ્વામી (૩) વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે (૪) ઇમરાન ઉર્ફે રોક જુસબ માજાેઠીયા ચારેય છેલ્લા દસ વર્ષથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહેલ હતા. તેઓ સામે પોલીસ ચોપડે ૨૨ જેટલા ગુનાઓ નોંધાયેલ હોવાથી ચારેય વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ય્.ઝ્ર.્.ર્ં.ઝ્ર) એકટ – ૨૦૧૫ ની કલમ ૩(૧)ની પેટા (૨) તથા કલમ – ૩(૨) તથા કલમ – ૩(૩)તથા કલમ – ૩(૪) તથા કલમ – ૧(૫) મુજબ નોંધેલ છે. આ ગુન્હાની તપાસ સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી એમ.ડી. ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા હયુમન સોર્સીસના સમન્વયથી ગણતરીના કલાકોમાં ગેંગના મુખ્ય સૂત્રધાર (૧) ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ (૨) વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે (૩) ઇમરાન ઉર્ફે રોક જુસબભાઇ માજાેઠીયા બધા રહે.વેરાવળવાળાની કરી ધરપકડ કરી લીધી છે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસે જીલ્લામાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધ્યા પછી લોકોમાં અનેકવિધ સવાલો સાથે ચર્ચાઓ શરૂ થઇ છે. જે મુજબ શું પોલીસ પડદા પાછળના ઇમરાન ચીપાની ગેંગના ગોડફાધરો સુધી પહોંચી શકશે કે પછી બલીના બકરા સમાન ચારેય આરોપીઓ સુધી જ તપાસ સીમિત રહેશે. આ ચારેય આરોપીઓ કોના ઇશારે ગુનાને અંજામ આપતા તે માટે માટે કોણ કોણ જવાબદાર છે તે જગજાહેર છે અને કદાચ પોલીસ પણ આ વાતથી અજાણ નહીં હોય. આ આકાઓમાં પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય કે સામાજીક નેતાઓ હોય તેવી શકયતા નકારી શકાય નહીં. હવે પોલીસ સત્ય સુધી પહોંચવા કેવી તપાસ કરશે તે જાેવાનું રહેશે.
જૂનાગઢ રેન્જમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો વેરાવળની ગેંગ સામે નોંધાયો
૨૦૧૬ની સાલમાં ગુનાખોરીને ડામવા ગુજસીટોકનો કાયદો અમલમાં આવેલ હતો. ત્યારથી લઇ આજદીન સુધીમાં જૂનાગઢ પોલીસ રેન્જ હેઠળ આવતા જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જીલ્લામાંથી પ્રથમ ગુજસીટોકનો ગુનો ગીર સોમનાથ જીલ્લાના વેરાવળની કુખ્યાત ઇમરાન ચીપા ગેંગ વિરૂધ્ધ નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જમાંથી અસામાજીક પ્રવૃતિને જડમુળથી ડામી દેવા પોલીસ વિભાગ કટીબધ્ધ હોવાનો પરીચય આપ્યા સમાન ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધવામાં આવેલ હોવાનું જાણકારો જણાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews