જૂનાગઢનાં ગાંધીચોકમાં એરફોર્સનું એરક્રાફટ મુકવા તંત્રની તૈયારી

0

જૂનાગઢના ગાંધીચોકમાં ભારતીય સેનાનું એરક્રાફટ ગોઠવવામાં આવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે. આ અંગે મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે, માત્ર જૂનાગઢના જ નહી બહારગામથી આવનાર લોકોને પણ જાેઇને કંઇક પ્રેરણા મળે તેવા સ્થળનું શહેરમાં નિર્માણ થઇ રહ્યું છે. આ માટે શહેરના ગાંધીચોક ખાતે એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટનું મોડેલ મૂકવામાં આવશે. ટ્રેનર એરક્રાફ્ટનું આ મોડેલ યુઝ થઇ ગયેલું અને અવધિ પૂરી કરી લીધેલું છે. આ મોડેલ મૂકવા માટે આર્મી ફોર્સમાંથી મંજુરી પણ મળી ગઇ છે. હાલ આ માટેનું સ્ટેન્ડ તૈયાર થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં એરક્રાફ્ટ મૂકવામાં આવશે. ખાસ વાત એ છે કે તમામ લોકો આને ફ્રિમાં જાેઇ શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews