જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા ખોવાયેલ પાકિટ મુસાફરને પરત કરાયું

0

સલામત સવારી એસ.ટી. હમારીના સુત્રને ખરા અર્થમાં જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરનું ખોવાયેલ પર્સ કે પાકિટ પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વેરાવળથી ધોરાજી રૂટમાં મુસાફરી કરી રહેલ એક મુસાફરનું પાકિટ પડી ગયા બાદ જૂનાગઢ પહોંચતા જાણ થઈ હતી.
મુસાફરે તરત જ જૂનાગઢના ટ્રાફિક કંટ્રોલર સંદિપભાઈ નળીયાપરાને આ અંગે જાણ કરતા તેઓને ખોવાયેલ પાકિટ માટે રૂટ ઉપર ચાલતા બસના ટ્રાઈવર કમ કંન્ડકટર હરેશભાઈને જાણકારી આપી હતી. જેથી ખોવાયેલ પાકિટ મળી ગયા બાદ મુસાફરને જૂનાગઢ ખાતે ટ્રાફીક કંટ્રોલર ઓફિસમાં બોલાવી પરત કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ખોવાયેલ પાકિટના અગત્યના ડોક્યુમેન્ટ અને પૈસા પરત મળી જતા મુસાફરી એસ.ટી. વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews