કેશોદની ચાણકય એજયુકેશન ટ્રસ્ટ વિવાદમાં, બોગસ એનઓસી કોણે બનાવી રજુ કર્યા ?

0

કેશોદની ચાણક્ય એજ્યયુકેશન ટ્રસ્ટ વિવાદોમાં સપડાયું છે.ગાંધીનગર ખાતેના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજુ કરાયેલા નો ઓબ્જેક્શન સર્ટી બનાવટી અને બોગસ હોવાનું ખુલતાં જ શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્‌યું હતું. જે અંગે નગરપાલિકાના અધિકારીએ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણ સવજીભાઈ ગજેરા સામે ગુનો દાખલ કરાવતાં કેશોદમાં ખળભળાટ મચી ગયો હતો.
શું છે બોગસ એનઓસી વિવાદ?
કેશોદની ચાણક્ય એજ્યુકશન ટ્રસ્ટ દ્વારા કેવદા ખાતે ન્યુ એરા પ્રોફેસર એકેડમી હાઈસ્કૂલ, ન્યુ એરા પ્રોફેસર કોમર્સ સ્કૂલ અને ન્યુ એરા સાયન્સ સ્કૂલની કાર્યવાહી માટે ગાંધીનગર ખાતેના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અરજી કરી હતી. જેમાંનો ઓબ્જેકશ સર્ટી રજુ કરાયા હતા.જે સર્ટી બોગસ હોવાનું ખુલતાં જ ખળભળાટ મચી ગયો છે. ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટ દ્વારા બનાવટી અને બોગસ એનઓસી સર્ટી રજુ કરાયા હોવાનું બહાર આવતાં જ નગરપાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા હતા. મ્યુ.એન્જીનીયર વિપુલ ચોૈહાણે કેશોદ પોલીસ સ્ટેશનમાં ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણ ગજેરા (રહે.પીપલીયાનગર) સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવતાં જ ખળભળાટ મચી ગયો છે. ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતેની કચેરીમાં જે એનઓસી રજુ કરાયા હતા તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનું નામ અને બોગસ સહીઓ કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાબતો બહાર આવી છે. જે સર્ટી અંગે ખરાઈ કરવા માટે મદદનીશ શિક્ષણ નિરિક્ષક, જીલ્લા અધિકારી જૂનાગઢ ખાતે મોક્લ્યા હતા. જેની તપાસમાં ચોંકાવનારા કાંડનો પર્દાફાશ થયો હતો. કેશોદ પોલીસે બોગસ એનઓસી કાંડની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સવાલ એ ઉભા થાય છે કે બોગસ એનઓસી કાંડમાં કોની કોની સંડોવણી બહાર આવશે ? બોગસ એનઓસી બનાવવામા કાંડમાં કોની શું ભૂમિકા રહેલી છે ? બોગસ એનઓસી બનાવવાના કાવતરાના મુખ્ય સુત્રધાર કોણ ? કોણે બોગસ એનઓસી બનાવવા માટે પ્રેરીત કર્યા હતા ? બોગસ એનઓસી બનાવવા માટે બનાવટી રબરસ્ટેમ્પ ક્યાં બનાવ્યા ? બનાવટી રબર સ્ટેમ્પ કોણે બનાવી આપ્યા ? ટ્રસ્ટ દ્વારા અગાઉ કોઈ બનાવટી પુરાવા બનાવ્યા કે ઉભા કર્યા હતા ? અન્ય કોઈ ટ્રસ્ટીઓની સંડોવણી છે કે કેમ ? આવા અસંખ્ય સવાલો અત્યારે સર્જાયા છે. જાેવાનું એ રહે કે બનાવટી એનઓસી કાંડના ગુનાની અસર સંસ્થાની આબરૂ ઉપર કેવી પડશે. કેશોદ પોલીસ તટસ્થ તપાસ કરી સનસનીખેજ બાબતો બહાર લાવી શકશે કે કોઈ રાજકીય દબાણ આવે તો કોભાંડીઓને મદદ કરશે ? આવી ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!