જૂનાગઢમાં પરમિટના આધારે દારૂ ખરીદી તેનુું વેંચાણ કરવાની બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફશ થયો છે. પોલીસે ૪૧ બોટલ દારૂ સાથે ૧ શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ખાસ પેટ્રોલીંગ હાથ ધરાઇ રહ્યું છે દરમ્યાન શહેરના હરિઓમ નગરમાં રહેતો હર્ષિલ અરવિંદભાઇ કારીયા નામનો શખ્સ દારૂ વેંચતો હોવાની બાતમી મળી હતી. બાદમાં બી ડીવીઝન પીઆઇ આર.બી. સોલંકીની સૂચનાથી સ્ટાફે દરોડો પાડી ૪૧ બોટલ દારૂ કિંમત ૪,૧૦૦ તેમજ મોબાઇલ ફોન કિંમત ૧૦,૦૦૦ નો મળી કુલ ૧૪,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરમ્યાન હર્ષિલ દારૂ પીવાની અલગ અલગ પરમીટોના આધારે દારૂ મંગાવી વેંચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews