જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં આવતીકાલે હોળી પર્વની ઉજવણી સાથે હોલીકા દહનનાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જૂનાગઢમાં પણ ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે હોળી પ્રગટાવવામાં આવશે અને હોલીકા દહનનો કાર્યક્રમ યોજાશે.
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓ તેમજ રબારી સમાજ અને રબારી સમાજનાં યુવા કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે અને સોૈનાં સહકાર સાથે રપ હજાર છાણાની હોળી પ્રગટાવવામાં આવશે અને આવતીકાલે રાત્રે ૮ઃ૪પ કલાકે ધાર્મિક વિધી સાથે આ કાર્યક્રમ યોજાશે. કોરોનાનાં સંક્રમણ કાળમાં સરકારની ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પ૧ હજાર છાણાની હોળી પ્રગટાવવામાં આવતી હતી પરંતુ આ વર્ષે કોરોનાનાં કારણે રપ હજાર છાણાની હોળી પ્રગટાવાશે. પરંપરાગત રીતે યોજાતા આ ધાર્મિક પર્વને મનાવાય રહ્યો છે ત્યારે ભાવિકોને દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા જણાવેલ છે. આ ઉપરાંત આ વર્ષે હોળી અને ધૂળેટીનાં બંને તહેવારો સરકારની સૂચના અને ગાઈડલાઈન મુજબ ઉજવવા તેમજ કોઈએ ધૂળેટીનાં દિવસે રંગોથી ન રમવા પણ અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews