હોળી, ધુળેટી પર્વને અનુલક્ષીને જૂનાગઢ શહેર-જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ બંને તહેવારો ઉજવાય તે જરૂરી છે અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદરસિંહ પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ વિભાગના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તહેવારોને અનુલક્ષીને જૂનાગઢ શહેર અને જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગ પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાભરમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મર્યાદિત સંખ્યામાં હોળી પર્વની ઉજવણી તેમજ ધુળેટીના પર્વે જાહેરમાં રંગથી ન રમવા ગાઈડલાઈન જારી કરવામાં આવેલ છે ત્યારે લોકોને પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વર્તવા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!