આવતીકાલે હોલીકા ઉત્સવ અને સોમવારે ધુળેટી

0

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે હોલીકા પર્વની ઉજવણી થશે. જયારે સોમવારે ધુળેટી પર્વ મનાવાશે. આ વર્ષે કોરોનાના સંક્રમણનાં ખતરા વચ્ચે આ બંને તહેવારો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વ્યવસ્થા તંત્ર ગોઠવાયું છે.
ગત વર્ષે કોરોનાનાં પ્રવેશ સાથે તહેવારો ઉજવવા ઉપર સખ્ત પ્રતિબંધ રહયો હતો. જયારે આ વર્ષે પણ કોરોનાનાં સંક્રમણનો ખતરો હોય સરકારશ્રી દ્વારા ચોકકસ ગાઈડલાઈન જાહેર કરી છે. અને એ મુજબ તહેવારો ખાસ કરીને હોળી અને ધુળેટી પર્વની ઉજવણી થવાની છે ત્યારે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે હોળી અને સોમવારે ધુળેટી પર્વ મનાવાશે.
આવતીકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા પર્વ નિમિત્તે ઠેર ઠેર મર્યાદીત સંખ્યામાં હોલીકા દહનનાં કાર્યક્રમો યોજવામાં આવશે. આસુરીશકિત ઉપર દેવીશકિતનાં વિજયની કથા અને હીરણ્ય કશ્યપ અને ભકત પ્રહલાદની કથા અનુસાર પ્રહલાદને મારી નાખવાનાં કાવતરામાંથી ભગવાને પ્રહલાદનો બચાવ કર્યો અને હોલીાકનો નાશ કર્યો એવી દંત કથા છે. અને એ દિવસથી પરંપરાગત હોળી ઉજવાય છે. આ દિવસે ગલી, મહોલ્લા, ચોકમાં છાણાનાં વિશાળ ઢગલા સાથે શાસ્ત્રોકત વિધી અનુસાર હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો હોલી માતાનાં દર્શને આવે છે અને પોતાનાં બાળકો અને પરીવારની રક્ષા માંગે છે. હોળી પર્વ પ્રસંગે ‘વાડ’નો રીવાજ પણ હોય છે. નાના બાળકોને હોળી ફરતે પ્રદક્ષિણા કરાવી અને દર્શન કરાવાય છે. તેમજ પ્રથમ હોળીનાં પર્વ પ્રસંગે ‘વાડ’નો પ્રસંગ પણ ઘણા પરીવારો દ્વારા ઉજવાય છે. આવતીકાલે જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવશે. સૌ પ્રથમ જૂનાગઢનાં ગિરનાર ઉપર આવેલ અંબાજી માતાજીનાં મંદિરનાં પરીસરમાં હોળી પ્રગટાવ્યા બાદ અન્ય સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત પૂ. દાતારબાપુની જગ્યા ખાતે પણ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. હોળીની જાર ઉપરથી વર્ષ કેવું જશે તેનું ફળ કથન કરવામાં આવતું હોય છે. આવતીકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છભરમાં હોલીકા દહનનાં ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવશે.
ધુળેટી પર્વ
આવતીકાલે હોળી અને સોમવારે ધુળેટી પર્વ મનાવાશે. જાે કે જાહેરમાં રંગે રમવા ઉપર પ્રતિબંધ હોવાનાં કારણે લોકો પોતાનાં ઘર આંગણે અને પરસ્પર શુકન પુરતાં રંગો લગાવી અને ધુળેટી પર્વ મનાવશે. જાે કે નાના બાળકોને ગમતા કલરો, પીચકારી અને ફુગ્ગાઓનાં સ્ટોલો બજારમાં જાેવા મળે છે અને બાળકો માટે ખરીદી પણ થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!