ગુરૂપૂજન, સંતવાણી, ભંડારો સહિતનાં કાર્યક્રમો સાથે આવતીકાલે અમદાવાદનાં સરખેજમાં પૂ. ભારતીબાપુનો ૯૩મો જન્મોત્સવ ઉજવાશે

0

સરખેજ અમદાવાદ અને ભવનાથ જૂનાગઢ ભારતી આશ્રમનાં સંસ્થાપક અનંત શ્રી વિભુષીત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંચદશનામ જુના અખાડાનાં વયોવૃધ્ધ સંત મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારજનો તા.૧ એપ્રિલને ગુરૂવારનાં રોજ ૯૩મો જન્મોત્સવ અમદાવાદ ખાતે ઉજવવામાં આવનાર છે. પૂ. ભારતીબાપુએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી મર્યાદીત સંખ્યામાં સેવક સમુદાયની લાગણીને ધ્યાનમાં રાખી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૮ થી ૯ પૂ.બાપુ તેમનાં ગુરૂદેવ શ્રી અંવતિકા ભારતીજી મહારાજની સમાધીનું શાસ્ત્રોકત વિધી સાથે પૂજન કરશે. ત્યારે બાદ પૂ. બાપુનું ૯ઃ૩૦ કલાકથી સેવક સમુદાય પૂજન કરી ભાવવંદના કરશે અને પૂ. ભારતીબાપુ આશિવર્ચન પાઠવશે. તેમજ બપોરે ૧ર કલાકે સંત ભંડારો, સમુહ ભોજન અને રાત્રે ૮ કલાકે સંતવાણીનાં કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી સહિતનાં કલાકારો સંતવાણીનાં સુર રેલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા મહામંડલેશ્વર કલ્યાણનંદ ભારતીજી, મહંત હરીહરાનંદ ભારતીજી, લઘુ મહંત ઋષિ ભારતીજી, મહાદેવ ભારતીજી અને સેવક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. પૂ. ભારતીબાપુને સંતો-મહંતો મો.૯૪ર૬પરપપપપ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews