કેશોદમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનો શુભારંભ

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનો આજે શુભારંભ થયો છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, જૂનાગઢ જીલ્લાનાં બે સેન્ટર ઉપર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજય સરકારે રાજયનાં ૮ મહાનગરમાં શૈક્ષણિક કામ બંધ કરતા જૂનાગઢ શહેરમાં લેવાનાર પરિક્ષા સ્થગિત રાખેલ છે. જેનો હવે પછી કાર્યક્રમ નક્કી થયા બાદ આયોજન થશે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક કાર્ય શરૂ હોય જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારની શાળાનાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે કેશોદની ડીડી લાડાણી સ્કૂલ ખાતે કોવિડ-૧૯નાં નિયમો સાથે દરેક બેંચમાં મર્યાદીત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવેલ છે અને ર૦ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે પરિક્ષા લેવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!