જૂનાગઢ જીલ્લા પંચાયતનું રૂા.પર૭.પ૮ લાખની પુરાંત વાળું બજેટ મંજુર

0

જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની મર્યાદિત આવક હોવા છતાં પણ કરકસરયુક્ત વહિવટ કરી વિકાસના કામો કરવામાં આવશે. જ્યારે જિલ્લાની ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ પ્રકારના નવા કરવેરા લગાવ્યા વિના બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. દરમ્યાન ૨૦૨૧-૨૨ના બજેટમાં જિલ્લા પંચાયતની સ્વભંડોળની સુચિત આવક રૂા.૪૭૧.૮૭ લાખની છે, જ્યારે ખુલતી સિલક રૂા.૯૪૪.૪૬ લાખની મળી કુલ ૧૪૧૬.૩૩ લાખની સામે ૮૮૮.૭૫ લાખના ખર્ચની જાેગવાઇ કરવામાં આવી છે. પરિણામે વર્ષના અંતે ૫૨૭.૫૮ લાખની પુરાંત રહેશે. ખાસ કરીને કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થતી ગ્રામ્ય જનતા ઉપર કરવેરાનું ભારણ ન વધારવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. આમ, આ બજેટ નવા કરવેરા વધારા વગરનું બજેટ હોય ઓછી આવક હોવા છતાં દરેક ક્ષેત્રે વિકાસમાં મહત્તમ લાભ આપવાનો આ બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમિતીની રચના કરાઇ
બજેટ દરમ્યાન વિવિધ સમિતીની રચના કરવામાં આવી છે. કારોબારી સમિતીના અધ્યક્ષ તરીકે કંચનબેન ડઢાણીયાની, અપીલ સમિતીના અધ્યક્ષ તરીકે શાંતાબેન ખટારીયાની, જાહેર બાંધકામ સમિતીના અધ્યક્ષ તરીકે દિલીપભાઇ સિસોદીયાની, સિંચાઇ અને સહકાર સમિતીના અધ્યક્ષ તરીકે અતુલભાઇ ઘોડાસરાની, ખેતીવાડી પશુપાલન સમિતીના અધ્યક્ષ તરીકે ર્નિમળાબેન બુસાની, આરોગ્ય સમિતીમાં અધ્યક્ષ તરીકે પ્રવિણભાઇ પટોળીયાની, શિક્ષણ સમિતીમાં અધ્યક્ષ તરીકે મધુબેન સાવલીયાની, મહિલા અને બાળ વિકાસ સમિતીમાં અધ્યક્ષ તરીકે લાભુબેન ગુજરાતીની, સામાજિક ન્યાય સમિતીમાં અધ્યક્ષ તરીકે જીવાભાઇ સોલંકીની અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ સમિતીમાં સોમાતભાઇ વાસણની વરણી કરવામાં આવી છે.
વિકાસ કામો માટેની આ જાેગવાઇ
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તેમના વિસ્તારના વિકાસ કામો માટેની જાેગવાઇમાં ૬૦ લાખ સહિત જિલ્લા પંચાયત વિસ્તારના અન્ય વિકાસ કામો માટે વિકાસ ક્ષેત્રે રૂા.૨૨૩ લાખની જાેગવાઇ કરાઇ છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂા.૨૦૦ લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂા.૫૭.૧૦ લાખ, બાંધકામ ક્ષેત્રે રૂા.૧૦૯.૫૦ લાખ, કૃષિ, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રના કામો માટે રૂા.૨૦ લાખની જાેગવાઇ, પછાત વર્ગના અનુસુચિત જાતિ, જનજાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે રૂા.૬૦ લાખની જાેગવાઇ કરવામાં આવી છે.
સરકારી યોજનાનો લાભ આપવા પ્રયાસ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકારની જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્ય સરકારની જે યોજના બહાર પાડવામાં આવી છે તે યોજનાના લાભો છેક છેવાડાના અંતરિયાળ ગામડાના લોકોને પણ મળે તેવા સતત પ્રયાસો રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!