વંથલી તાલુકાના ગાદોઈ ગામે બનેલા એક બનાવમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે લખમણભાઈ નાથાભાઈ કારેથા (ઉ.વ. પ૮)એ શૈલેષ દેવાભાઈ બકોત્રા, પ્રમોદ દેવાભાઈ બકોત્રા, કિશોર દેવાભાઈ બકોત્રા અને નાથાભાઈ મકવાણા (રહે. બાલોટ) વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરિયાદી ગાદોઈ ગામે બનતા આહિર સમાજ પાસે આવેલ પોતાના પ્લોટે જતા આ કામના આરોપી નં. ૧ એ કહેલ કે સમાજે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડનો પાઈપ વડે હુમલો કરી તેમજ ફરિયાદીની બોલેરો ગાડી નં. જી.જે. ૮ આર-૩૯રર માં નુકશાન કરી તેમજ આરોપી નં. ર અને ૩ એ કુહાડી લઈને આવેલ અને આરોપી નં. ર એ ફોન ઉપર બિભત્સ શબ્દો કહેલ. ફરિયાદી વંથલી હોસ્પીટલે આવતાં આરોપી નં. ર એ ફરિયાદીના દિકરા ગૌતમને પાઈપનો ઘા મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવતાં વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews