વેરાવળ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા.૩૦ માચનાં હે.કો. હીતેષસિંહ પરમાર, પો.કો. કૈલાશસિંહ બારડ, પ્રવિણભાઇ બાંભણીયા, તુષારભાઇ જાેષી, દિપકભાઇ અખીયા સહીતના હોળી-ધુળેટીના તહેવાર સબબ પેટ્રોલીંગમાં રહેલ તે સમયે બાતમીના આધારે ઇન્દ્રોય ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડવા જતા અંધારામાં નાસી ગયેલ ત્યારે બટુક અરશી વાજા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પોલીસને અમારા ગામમાં કેમ આવ્યો છો ? ગામમાં આવવું હોય તો પુછીને આવવું નહીંતર તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશું તેમ કહી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે કલમ ૫૦૪, ૧૮૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબ ચાર શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. મારૂએ હાથ ધરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews