વેરાવળ મહિલા અભ્યમ ટીમે પ્રેમી સાથે લગ્ન કરવા નીકળેલી પ્રેમીકાને દગો મળતા તેના પતિને સમજાવી પ્રેમીકાને ફરી પતિનો સહરો અપાવેલ છે.
આ અંગે ૧૮૧ અભયમ ટીમે જણાવ્યા મુજબ વેરાવળ તાલુકાની એક હોટલમાંથી ગભરાયેલા અવાજમાં એક મહિલાનો ૧૮૧માં ફોન આવેલ જેને જણાવેલ કે, મારો પ્રેમી મને લગ્નની લાલચ આપી આ હોટલમાં મૂકીને જતો રહ્યો છે. મને નીકળવાની ના પાડી છે. તેથી તમે લોકો અહિ આવી મને અહીંથી લઇ જાઓ. દરમ્યાન ફરજ ઉપર હાજર રહેલા કાઉન્સેલર મનીષાબેન ઢોલિયા, પો.કો. જિજ્ઞાસાબેન તથા ડ્રાઇવર ભાવેશભાઇ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઇ મહિલા કુસુમબેન (નામ બદલ્યું છે)ની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે, મારા પ્રેમીએ મારા ઉપર વિશ્વાસઘાત કરેલ છે. તેણે મારા પૈસા માટે લગ્નની લાલચ આપી તેમજ મારા પતિથી મારા બાળકથી અલગ કરી. લગ્ન કરવાને બદલે મને હોટલમાં એકલી મૂકી જતો રહ્યો છે અને મહિલાના બેગમાં પૈસા અને દાગીના પણ ગાયબ હતા તેથી મહિલાને તેની ભૂલ થયેલ હોય પતિને આ લાલચુ માણસ માટે મુકી દીધા અને મહિલાને તેના પતિ તથા બાળક પાસે જવું છે તેથી પતિને તમે સમજાવો તેમ જણાવેલ હતું. ૧૮૧ અભયમ ટીમે એકલી મહિલાને સુરક્ષિત જગ્યા પોલીસ સ્ટેશને લઇ ગયેલ જયાંથી તેના પતિને ફોન કરી બોલાવેલા અને તેમના પતિ અરવિંદભાઇ (નામ બદલ્યું છે)ને સમજાવી માણસ માત્ર ભૂલને પાત્ર હોય તેમજ મહિલાની ઉમર હજુ નાની છે તેથી સમજણ શક્તિના અભાવે ભ્રમિત થયેલ હોવાનું જણાવી તેની ભૂલ તે સ્વીકારે છે તેથી તેમના પતિ તેની પત્નીની ભૂલને સ્વીકારવા તૈયાર થયેલ હતા. આમ ૧૮૧ અભયમે તરછોડેલી મહિલાને ફરીથી પતિનો સહારો અપાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews