જૂનાગઢમાં ક્રિકેટનાં સટ્ટાના પૈસા બાબતે ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો

0

જામનગર ખાતે દ્વારકા હાઈવે ઉપર રહેતા ચિરાગભાઈ અનીલભાઈ વેગડા (ઉ.વ. ર૭)એ વનરાજ આહિર (રહે. રાજકોટ) તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલછે કે, જૂનાગઢનાં સાંઈબાબા સોસાયટી નજીક બનેલા બનાવ અંગે વિગત આપતાં જણાવેલ છે કે આ કામના ફરિયાદી તથા આરોપી નં. ૧ એકબીજાને ઓળખતા હોય અને આ કામના ફરિયાદી આ કામના આરોપી નં. ૧ પાસેથી ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી ગયેલ હોય જે પૈસા આ કામના આરોપી નં. ૧ ફરિયાદી પાસેથી પૈસા માગતા હોય જે વાતનું મનદુઃખ રાખી તહોમતદાર નં. ૧ તથા ત્રણ અજાણ્યા ઈસમોએ ફરિયાદીને બિભત્સ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી આરોપી નં. ૧ ના એ ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં જૂનાગઢ બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews