સાસણની જેમ જૂનાગઢમાં પણ હવે સિંહ દર્શન માટેની પરમીટ ઓનલાઈન મળી શકશે. ગિરનાર નેચર સફારી પાર્કમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. પરીણામે લોકો હવે ઘરબેઠા પરમીટ મેળવી શકશે. અગાઉ ગિરનાર નેચર સફારી પાર્કમાં માત્ર એન્યુઅલી જ પરમીટ ઈસ્યુ થતી હતી. દરમ્યાન ૩૧ માર્ચથી સિંહ દર્શનની પરમીટ ઓનલાઈન કરવામાં આવી છે. સવાર અને સાંજ ૪-૪ મળી કુલ ૮ પરમીટ પ્રતિદિન મળે છે. આમ ૮ જીપ્સી અંદર જઈ શકે છે. જીપ્સીમાં ૬ વ્યકિત બેસીને જઈ શકે છે. દરમ્યાન સાસણની જેમ જૂનાગઢમાં પણ ઓનલાઈન પરમીટ ઈસ્યુ થતા ખાસ કરીને બહારગામથી આવતા લોકોને હેરાન નહી થવું પડે તેમજ પરમીટનાં અભાવે ધકકા નહી થાય. ઘર બેઠા પરમીટ ઈસ્યુ કરાવ્યા બાદ ગિરનાર નેચર સફારી પાર્કનો આનંદ માણી શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews