વેરાવળ શહેરમાં બે દિવસ પહેલા ૧૧ વર્ષના સગીર બાળકને રૂા.૨૦૦ આપવાની લાલચ આપી મોટર સાયકલ ઉપર બેસાડી લઇ જઇ ૮૦ ફુટના રોડ ઉપર એક રીક્ષામાં જાતીય સતામણી અને અશ્લીલ હરકતો કરેલ હતી. આ અંગે સગીર બાળકના વાલીએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધુળેટીના પર્વે વહેલી સવારે વેરાવળમાં આવેલી મોટી શાક માર્કેટ વિસ્તારમાંથી એક ૧૧ વર્ષના બાળકને રૂા.૨૦૦ આપવાની લાલચ આપી અપહરણ કરી મોટર સાયકલ ઉપર બેસાડી એક શખ્સ લઇ ગયેલ હતો ત્યારબાદ શહેરના ૮૦ ફુટ રોડ ઉપર એક અવાવરૂ જગ્યાએ રીક્ષામાં સગીર બાળક સાથે અશ્લીલ હરકતો કરી જાતીય સતામણી કરી રહેલ હતો તે સમયે અન્ય રાહદારીઓ ત્યાં આવી પહોંચતા આ શખ્સ નાસી છુટેલ હતો. આ બનાવ સગીર બાળકના વાલીએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ-૩૬૩, તથા જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ (પોકસો)ની કલમ ૧૧(૬), ૧૨ મુજબ ગુન્હો નોંધી તપાસ પી.આઇ. ડી.ડી. પરમારે હાથ ધરેલ છે. દરમ્યાન સર્વેલન્સના પી.એસ.આઇ. એચ.બી. મુસાર, એ.એસ.આઇ દેવદાનભાઇ માણંદભાઇ, પો.હેડ કોન્સ. નટુભા ભાભલુભા, સુનિલભાઇ માંડણભાઇ, મયુરભાઇ મેપાભાઇ, ગીરીશભાઇ મુળાભાઇ, અરજણભાઇ મેસુરભાઇ, પો.કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ, પ્રવિણભાઇ હમીરભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ સહીતનાએ બાતમીના આધારે પોકસોના ગુન્હાનો આરોપી દિલીપ બાબુભાઇ ચૌહાણ રહે ખારવા વાડ હાલ હુડકો સોસાયટીવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews