વાહન ચોરીનાં ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ શહેરના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી તા.૨૪-૩-૨૦૨૧ના રોજ ફરિયાદી સમીરભાઈ નુરઅલી દીનાણી જાતે ખોજા રહે. લીમડા ચોક, કેશોદ જી. જૂનાગઢ પોતાના સંબંધીની ખબર કાઢવા સિવિલ હોસ્પિટલમાં આવેલ હતા અને પોતાનું હીરો હોન્ડા સીબીઝેડ જીએ-૧૧-એન-૨૨૪૭નું પાર્કિંગ જગ્યામાં પાર્ક કરેલ હતું, બીજા દિવસે તા.૨૫-૩-૨૦૨૧ના રોજ બપોરે પાર્કિંગમાં જતા, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા પોતાનું સીબીઝેડ મોટર સાયકલ ચોરી કરવામાં આવતા, ફરિયાદીએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધાયેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરીની સૂચના મુજબ એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફની મદદથી સીસીટીવી કેમેરા તથા એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ચોરીના મોટર સાયકલ સાથે આરોપી રાજકોટ રોડ ઉપર જતો હોય, તાલુકા પોલીસની મદદથી વડાલ ખાતે આરોપી વિજય માધાભાઈ વડીયાતર (ઉ.વ.૩૨) રહે. હાલ ખામધ્રોલ રોડ, આરટીઓ કચેરીની સામેની ગલીમાં, જૂનાગઢ મૂળ રહે. પીપલાણા ગામ તા.માણાવદર જી.જૂનાગઢને ચોરીના મોટર સાયકલ હીરો હોન્ડા સીબીઝેડ જીએ-૧૧-એન-૨૨૪૭ કિંમત રૂા.૨૫,૦૦૦/- સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી વિજય માધાભાઈ વડીયાતર ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સીબીઝેડ મોટર સાયકલ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચાર પાંચ દિવસ પહેલા ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ગુન્હો નોંધાયેલ હતો. જેથી, એ ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સીબીઝેડ મોટર સાયકલ કિંમત રૂા.૨૫,૦૦૦/-નું કબજે કરવામાં આવેલ હતું અને આરોપીને ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આરોપી વિજય માધાભાઈ વડીયાતરની પૂછપરછમાં પોતાની પાસે પણ સીબીઝેડ મોટર સાયકલ હોય, સિવિલ હોસ્પિટલ ખાતે પોતે પાર્ક કરેલ મોટર સાયકલની બાજુમાં ચોરી કરેલ સીબીઝેડ મોટર સાયકલમાં ભૂલથી ચાવી લગાડતા, લાગી ગયેલ અને ઘરે જતા પછી ખબર પડી, જેથી પોતાનું મોટર સાયકલ લઈ આવેલ અને આ ચોરી કરેલ સીબીઝેડ મોટર સાયકલ પણ પોતાની પાસે રાખી લીધેલાનો લુલો બચાવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews