અગતરાય ગામે મહિલાને હાથ પગ બાંધી માર મરાયો

0

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. મહિલા સન્માન સુરક્ષાની વાતો વચ્ચે કેશોદના અગતરાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતા તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો છે.
આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જાેતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જાેકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે. આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જાેતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જાેકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે. બનાની વિગતો એવી છે કે પીડિત મહિલા રમાબેને હોસ્પિટલના બિછાનેથી આપેલા નિવેદન મુજબ હું ખેતરમાંથી આવતી હતી ત્યારે કાનાના ઘર પાસે શ્વાને મને ઘેરી લીધી હતી જેથી મેં શ્વાનને કાઢવાની કોશિષ કરતાં તેની દીકરીઓ મારી સાથે ઝઘડી હતી. થોડી વારમાં જ કાનો આવી ગયો અને એ લોકો ઢસડી અને મને ઝૂપડામાં લઈ ગયા હતા. તું રોજ અમારા ઘર સામે કેમ જુએ છે એવું કહીને આ લોકોએ મને હાથપગ બાંધીને ઢોર માર માર્યો હતો. ઉપરાંતમાં એ લોકોએ અમારી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો કહી અને તમે બહું ફાટ્યા છો તને તો મારવી જ છે એમ કહીને માર માર્યો હતો. હું હાથપગ જાેડતી રહી છતાં એ લોકો મારતા રહ્યા હતા.
મહિલાને આ ઘટનામાં ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યારે ગામના ૧૦૦ કરતાં વધારે દલિત સમાજના લોકો એકઠા થઈને પોલીસ મથકે ધસી જતા પોલીસે ફરિયાદ નોંધી છે. સામાજીક સમરસતાની વાતોની વચ્ચે રાજ્યના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં રોજ આવી કેટલીય ઘટનાઓ ઘટે છે ત્યારે પોલીસે આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જાેવું રહ્યુ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!