ઉનાના માણેકપુર ગામે પ્રૌઢનું થ્રેશર મશીનમાં બંને પગ આવી જતા મૃત્યું

0

ઉના તાલુકાના માણેકપુર ગામે રહેતા અને મજુરી કામ કરતા પ્રૌઢના બંને પગ વાડીમાં ચણા કાઢવાના થ્રેસર મશીનમાં આવી જતા તેનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ બાબુભાઇ જીણાભાઇ બાંભણિયા (ઉ. ૫૦, રે. માણેકપુર) મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય તેઓ ખાંભા તાલુકાના રબારીકાના વાડી વિસ્તારમાં દેવશીભાઇના ખેતરે ચણા કાઢવાના થ્રેસર મશીનમાં કામ કરતા હતા. એ વખતે અચાનક જ બાબુભાઇના બંને પગ થ્રેસર મશીનના પટ્ટામાં આવી જતા તેઓ બૂમો પાડવા લાગ્યા હતા. આથી આસપાસના લોકોએ થ્રેસર મશીન બંધ કરી બંને પગ સાથે બાબુભાઇને બહાર કાઢી લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક હોસ્પિટલ લઇ ગયા હતા. જાે કે, હોસ્પિટલ પહોંચે એ પહેલા રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો તેમના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડાયો છે. માણેકપુર ગામના મજુરો રબારીકા ગામે ખેતી કામમાં મજુરીએ ગયા હતા અને ત્યાં સાંજના સમયે આ ઘટના બની હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!