તાલાલા પંથકમાં લલચાવી ફોસલાવી સગીરા પર ગુંદરણ ગામના બે શખ્સો એ દુષ્કૂર્મ આચર્યાના ગુનામાં સ્પેશ્યલ પોસ્કો કોર્ટે બંન્ને આરોપીઓને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૭ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કરેલ છે. વધુમાં આ મામલે પીડિતાને સરકારની યોજના હેઠળ રૂા.૬ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આ ચુકાદા અંગે સરકારી વકીલ કે.પી. પંડયાએ જણાવેલ કે, વર્ષ ૨૦૧૮માં ગુંદરણ ગામના બાલુ અરશી પટાટ (ઉ.વ.૫૮)એ લાલચ આપી સગીરાને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઇ બળજબરીથી દુષ્કર્મ કર્યા બાદ વધુ પાંચેક વખત દુષ્કર્મ કરેલ હતુ. ત્યારબાદ સગીરાને ગુંદરણના જ રમેશ કાળા કછોટ (ઉ.વ.૨૮)એ પણ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ મોબાઇન ફોન આપી બળજબરીથી દુષ્કર્મ આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સગીરાના પીતાએ તાલાલા પોલીસમાં બંન્ને સામે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ એ.પી. સોલંકીએ કરી આરોપીઓ સામે ઇપીકો અને બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમની કલમો મુજબનું ચાર્જશીટ વેરાવળની સ્પેશ્યલ પોસ્કોે કોર્ટમાં રજુ કરેલ હતી.
કોર્ટમાં કેસ શરૂ થતા સરકારી વકીલ કે.પી. પંડયાએ ૨૬ સાહેદોને બોલાવી મુખજુબાની લીધેલ હતી. જેમાં ફરીયાદી, સાહેદો, પંચ વિટનેસ, ડોકટર અને પોલીસનો સમાવેશ હતો. કોર્ટમાં ૨૬ જેટલા દસ્તાસવેજી પુરાવાઓ રજુ કરી દલીલો કરતા જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારએ સ્પેશ્યલ પોસ્કો એકટની જાેગવાઇઓ કરેલી છે. સગીરાએ જુબાની આપેલી તે માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્સ સહિતનાએ સમર્થન કરતી જુબાની આપેલી છે. સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી તેની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કરી સામાજીક રીતે ભોગ બનનારનું અસ્તીત્વ ખતમ કરી નાંખવાના કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં. જેથી બંન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવવા જાેઇએ.
બંન્ને પક્ષોની દલીલોને સાંભળીને સ્પેશ્યલ પોસ્કો કોર્ટના જજ બી.એલ. ચોથાણીએ આરોપીઓ બાલુ અરશી પટાટ અને રમેશ કાળા કછોટને અલગ અલગ કલમ તળે ૧૪ વર્ષની સખ્ત કેદની તથા રૂા.૧૭ હજારના દંડની સજા કરતો હુકમ કરેલ હતો. આ સાથે પીડિતાને સરકારની યોજના તળે રૂા.૬ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews