સોમનાથ વિષે બફાટ કરનાર વિધર્મીની જામીન અરજી કોર્ટે ફગાવી

0

હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી શખ્સની ગઈકાલે ગીર સોમનાથ પ્રિન્સીપલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ મંદીર વિષે બફાટ કરનાર ઇર્શાદ રસીદને હરીયાણાના પાનીપતથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કર્યા બાદ રીમાન્ડ મેળવાયેલ હતા. આરોપીની જામીન અરજી નીચેની કોર્ટે રદ કરતા વેરાવળના મુખ્ય જિલ્લા ન્યાયાલય સમક્ષ કરાયેલ જામીન અરજી કામે ગઈકાલે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપીનું દેશ વિરોધી કૃત્ય છે, હિન્દુ મુસ્લીમ પ્રજામાં ધાર્મીક લાગણીઓ દુભાવી તોફાનો ફેલાવવાની અને દેશની શાંતી ડહોળવાની કોશીષ કરેલ છે. જેથી આ ગુનામાં સજાની જાેગવાઇઓને બદલે ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જાેઇએ. આરોપી ઇર્શાદ રસીદ પરત હરીયાણા જતો રહે તો ફરી મુદતે કોર્ટમાં આવે કે કેમ ? આ બધી દલીલોને માન્ય રાખી મુખ્ય જિલ્લા ન્યાયધીશ વી.જી.ત્રીવેદીએ આરોપી શખ્સ ઇર્શાદ રસીદની જામીન મેળવવા અંગેની કરેલ અરજી નામંજુર કરેલ હોવાનું જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!