વેરાવળ તાલુકા પંચાયત કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવા માટે શાસકોએ ઠરાવ રજુ કરેલ જે અંગે સુવિધાવાળા નવા સ્થળે નવું બિલ્ડીંગ બનાવવા તમામ સભ્યોએ મત વ્યકત કરી સર્વાનુમતે તાલુકા પંચાયતની પ્રથમ બજેટ બેઠકમાં મંજૂરી આપી હતી. આ સાથે પ્રમુખ સરમણભાઇ સોલંકીએ રજુ કરેલ વર્ષ ૨૦૨૧-૨૨નું રૂા.૫૪.૬૭ લાખની પુરાંત વાળુ બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું.
વેરાવળ તાલુકા પંચાયતની ભાજપએ સત્તા સંભાળ્યા બાદ કચેરીનો ચાર્જ નવનિયુકત પ્રમુખ સરમણભાઇ સોલંકીએ પૂજા-અર્ચના કરી પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી સહીતના હોદેદારોની હાજરીમાં સંભાળેલ હતો. ત્યારબાદ પ્રથમ બજેટ બેઠક કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં પ્રમુખ સરમણભાઇ સોલંકીએ વર્ષ ૨૦૨૧-૨૨નું રૂા.૫૪,૬૭,૦૫૭ની પુરાંતવાળુ બજેટ રજુ કરેલ હતુ. જેમાં (૧) સામાન્ય વહિવટ ક્ષેત્રે રૂા.૧,૬૭,૦૦૦ (૨) કુદરતી આફત ક્ષેત્રે રૂા.૧,૨૦,૦૦૦ (૩) બાંધકામ ક્ષેત્રે રૂા.૬,૪૫,૦૦૦ (૪) આરોગ્ય તથા પંચાયત વિકાસ ક્ષેત્રે રૂા.૧,૨૫,૫૦૦ (૫) શિક્ષણ ક્ષેત્રે રૂા.૨ લાખ (૬) સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂા.૬૨ હજાર (૭) ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે રૂા.૫૨,૫૦૦ તેમજ જુદી-જુદી યોજનાઓમાં પણ વિકાસ ક્ષેત્રે જાેગવાઇ કરી રકમ ફાળવાયેલ છે. આ બજેટને તમામ સભ્યોતએ સર્વાનુમતે મંજુર કરેલ હતું.
વેરાવળ તાલુકા પંચાયતની પ્રથમ બજેટ બેઠકમાં કરાયેલ ખાસ જાહેરાત અંગે પ્રમુખ સરમણભાઇ સોલંકીએ જણાવેલ કે, તાલુકા પંચાયતનું બિલ્ડીંગ વર્ષો જુનું હોવાથી મરામત માંગી રહયું હોવાની સાથે જુના બિલ્ડીંગમાં સુવિધા વધારી શકાય તેટલી જગ્યાનો અભાવ હોવાના પરિસ્થિતિને ધ્યાને રાખી નવા સ્થળે આગામી ત્રણેક દાયકાને ધ્યાને રાખી તાલુકા પંચયતનું આધુનિક સુવિધાવાળુ અંદાજે રૂા.૩ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાનું નકકી કરી તે અંગેનો ઠરાવ બેઠકમાં રજુ કરેલ જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે.આગામી દિવસોમાં નવા બિલ્ડીંગ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી વહેલીતકે કામ શરૂ કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews