જેસીઆઈ જૂનાગઢ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા પ્રિમીયર લીગ ર૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૩ અને ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સવારે ૮ થી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જેસીઆઈ જૂનાગઢની ટીમ, જેસીઆઈ પોરબંદર પ્લસ, જેસીઆઈ ધોરાજી, જેસીઆઈ ભાવનગર રોયલ, જેસીઆઈ જેતપુર, જેસીઆઈ કેશોદની ટીમ, સમસ્ત બ્રહ્મ યુવા સમાજની ટીમ, લોહાણા સમાજની ટીમ, સમસ્ત વણિક સમાજ તેમજ ધોબી સમાજની ટીમ ભાગ લઇ રહી છે. આ ટૂર્નામેન્ટનાં ઉદ્‌ઘાટન સમારોહમાં બીરાજ કોટેચા, પ્રિતમ સ્વરૂપદાસજી,ધીરૂભાઈ ગોહેલ, પુનિતભાઈ શર્મા, અભયભાઈ ચોક્સી, સંજયભાઈ કોરડીયા , અનીષા મચ્છર, લલીતભાઈ ચોક્સી, નિકુંજભાઈ ચોકસી,ક્રિષ્ન ચોક્સી, હિતેશભાઈ દિહોરા, આર.એસ.ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews