શ્રી પરશુરામ ફાઉન્ડેશન(યુવા પાંખ), જૂનાગઢ દ્વારા હાલની કોરોના મહામારીનાં સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ તા.૩૧-૩-ર૦ર૧નાં રોજ આલ્ફા સ્કૂલ-ર, લક્ષ્મીનગર, જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખાનાં ભાઈ-બહેનોનાં સહકારથી ૪પ વર્ષથી મોટી ઉંમરનાં ૩૦૦ જેટલા લાભાર્થીઓએ રસી મુકાવેલ હતી. આ કેમ્પમાં મ્યુનિ.કોર્પો.નાં આરોગ્ય સમિતિનાં ચેરમેન આરતીબેન જાેષી, વોર્ડ નં.૧૧નાં કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર, પરશુરામ ફાઉન્ડેશનનાં શૈલેષભાઈ દવે, કે.ડી. પંડયા, મહેશભાઈ જાેષી, હસુભાઈ જાેષી, મુકેશભાઈ મહેતા, ગાયત્રીબેન જાની, પુર્ણિમાબેન રાવલ, નિલમબેન ઠાકર, દક્ષાબેન જાેષી, ભાવનાબેન પોશીયા, વિનુભાઈ અમીપરા, જી.પી. કાઠી, મિલનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહી યુવા પાંખનાં સભ્યોને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી. આ નિઃશુલ્ક કેમ્પને સફળ બનાવવા પરશુરામ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચિરાગ જાેષી, પ્રકાશ જાની, વંદીત મહેતા, જયદીપ જાેષી, ધાર્મિક ભટ્ટ, પ્રિયાંશુ પુરોહિત, અર્જુન રાવલ, વિજય મહેતા, કશ્યપ દવે, કિસન પંડીત, યશ દવે, દિપ ભટ્ટ, કેતન ભટ્ટ, આકાશ દવે અને હિતેષ પુરોહિતે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews