મેંદરડા પાદર ચોક ખાતે સુરતની ઘટનાના મામલે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાદર ચોકથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલીમાં સૂત્રોચાર કરી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકો દ્વારા બજેટ ઓફલાઈન યોજાઈ જેમાં ૨૭ કોર્પોરેટરો દ્વારા શાસક પક્ષના કોૈભાંડો ઉંજગાર કર્યા હતા. જેમ કે ટેક્સટાઇલ માર્કેટની, સોનાની લગડી જેવી જગ્યા ૧૨૭ કરોડમાં ૯૯ વર્ષના પટે સુરત ટેક્સટાઇલ માર્કેટને આપી દેવાનો વિરોધ કરાયો હતો. જ્યારે પાણીના મીટર મારફત અપાયેલ બિલ રદ કરવા પણ માંગ કરાઈ હતી. આ માંગણીઓ દ્વારા મ્યુનિસિપલ કચેરી સમક્ષ આપ દ્વારા સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતા. જેના પગલે તંત્રે ખોટી રીતે પોલીસ બોલાવી હતી. ૨૭ કાર્યકરોને ધક્કામુક્કી અને કપડા ફાડી બે કોર્પોરેટરને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહિલા કોર્પોરેટર સાથે બેહૂદું વર્તન કર્યાના આક્ષેપ સાથે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોય તેના વિરોધમાં મેંદરડા આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews