જૂનાગઢની ખ્યાતનામ બેલેવ્યુ સરોવર પોર્ટિકોની શુભેચ્છા મુલાકાત લેતા કૃષિ મંત્રી પરષોતમ રૂપાલા

0

સ્પષ્ટવક્તા અને વર્ષોથી માર્ગદર્શિત કરનાર કેન્દ્રીય કૃષિ મંત્રી પરોષતમ રૂપાલાએ ગઈકાલે બેલેવ્યુ સરોવર પોર્ટિકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે બેલેવ્યુ સરોવર પોર્ટિકોનાં મેનેજીંગ ડીરેકટર સંજય કોરડીયા અને ઉપસ્થિતોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે સમગ્ર હોટેલની તલસ્પર્શી માહિતી લઇ ત્યાંથી દેખાતા ગિરનાર દર્શનનો પણ લ્હાવો લીધેલ હતો. ઉપરાંત હોટેલ ઉપર શરૂ થયેલ વેકસીનેશન કેમ્પની મુલાકાત લઇ ઉત્સાહ વધારેલ હતો. આ તકે જીલ્લા ભાજપા પ્રમુખ કિરીટભાઈ પટેલ, એમ.ડી. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક દિનેશ ખટારીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews