લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી હોવાથી તેની માંગ વધારે છે અને ઉનાળાની શરૂઆત સાથે તેના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ૧ કિલો લીંબુનો ભાવ ૩૦ થી ૪૦ રૂપિયા હોય છે, પરંતુ અત્યારે તે ૧૨૦ રૂપિયા સુધીમાં વેંચાઈ છે. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, લીંબુ સ્થાનિક ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતા નથી, તેને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લાવવામાં આવે છે, જેના કારણે આ સીઝનમાં ભાવ વધી જાય છે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી ડોક્ટરો લોકોને ઈન્ફેક્શનથી બચવા માટે વધારે પ્રમાણમાં લીંબુનો શરબત પીવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય ઉનાળામાં લીંબુનું પાણી પણ મનપસંદ પીણું બની જાય છે. આ બધાના કારણે માંગમાં વધારો થાય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ જથ્થો ઓછો છે. લીંબનું માંગ વધારે છે અને અમે તેને વધારે ભાવ આપીને ખરીદીએ છીએ. કેટલાક દિવસો પહેલા અમે લીંબુ ૪૦ રૂપિયે કિલો વેંચતા હતા અને હવે તેનો ભાવ ૧૨૦ થી ૧૪૦ થઈ ગયો છે, તેમ પાલડી વિસ્તારના રિટેલર નરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું. વાસણામાં દુકાન ધરાવતા અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમે હોલસેલ માર્કેટમાંથી ૮૦ રૂપિયાના ભાવે ખરીદીએ છીએ અને રિટેલમાં ૧૨૦ રૂપિયાએ વેંચીએ છીએ. ગ્રાહકો વધારે ભાવને લઈને ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ અમે લાચાર છીએ કારણ કે અમે પણ ઊંચા દરે લીંબુ ખરીદીએ છીએ. લીંબુની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પાડોશી રાજ્યોમાં પણ વધી છે અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ પાસેથી સ્ટોક ખરીદીએ છે અને ટ્રક લોડ માટે ૮૦ હજાર રૂપિયા ચૂકવીએ છીએ, તેમ જમાલપુર એપીએમસીના ટ્રેડર્સ અસોસિએશનના પ્રમુખ જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વધારે પ્રમાણમાં જથ્થો આવશે જ્યારે હાલના ભાવમાં પણ ઘટાડો થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews