ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગેનાં રપપ૮ કેસની તપાસ હજુ કાગળ ઉપર જ !

0

ભ્રષ્ટાચારમુક્ત પારદર્શક વહીવટની મોટી ગુલબાંગો હાંકતી રાજ્યની ભાજપ સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની મોટાપાયે ફરિયાદો થતી રહે છે. રાજ્ય સરકારના ભ્રષ્ટ અધિકારી, કર્મચારીની આવી મોટી સંખ્યાની ફરિયાદો છતાં નઘોર તંત્રની સ્થિતિ તો જુઓ કે આવા ભ્રષ્ટાચારના મામલાની તપાસમાં પણ કોઈ રસ દાખવવાને બદલે તેનું પડીકું વાળી દેવાનું હોય કે, ગમે તે કારણોસર તપાસ કરાયા વિના મામલા પડતર રાખવામાં આવે છે. આ રીતે ર૦૧૯ના વર્ષના અંતે કુલ રપપ૮ કેસો સરકારના જુદા-જુદા વિભાગો-બોર્ડ-નિગમોમાં પડતર રહેવા પામ્યા હોવાની વિગતો બહાર આવી છે. જેમાં પણ સરકારના મહેસૂલ, શહેરી વિકાસ, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ ભ્રષ્ટાચારના મામલામાં જેમ ટોપ ઉપર છે તેમ પડતર કેસોમાં પણ ટોપ ઉપર રહેલ છે. હદ તો ત્યાં થાય છે કે, સરકારના વિભાગો પાસે ૩ર કેસ તો એવા છે જે ૧૦ વર્ષ કરતા વધુ સમયથી પડતર ૫ડતર કેસોમાં ટોપ પાંચ વિભાગ ક્રમ વિભાગ પડતર કેસ છે.
પડતર કેસોમાં ટોપ પાંચ વિભાગ
ક્રમ વિભાગ પડતર કેસ
૧. મહેસૂલ ૪૩૭
ર. શહેરી વિકાસ (મ્યુનિ. કોર્પો. પાલિકાઓ સહિત) ૩૯૨
૩. પંચાયત-ગ્રામ-ગૃહ નિર્માણ ૨૬૮
૪. માર્ગ અને મકાન ૧૬૨
પ. શિક્ષણ ૧૪૩

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!