જૂનાગઢમાં ૧૮૦ બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે નીચલા દાતાર વિસ્તારની નજીક નવા બનતા પૂલ નજીકથી આમીર ઈકબાલભાઈ તથા મયુદીન ઉર્ફે ટીલીયો નામના શખ્સો દ્વારા ભાગીદારીમાં એક બંધ પડતર મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પુઠાની પેટીઓ નંગ ૧પ બોટલ નંગ ૧૮૦, રૂા. ૭ર હજારની તથા મોબાઈલ ફોન, મોટરસાયકલ વગેરે મળી રૂા. ૯૭,પ૦૦ના મુદ્દામાલ સાથે હેરાફેરી સબબ આમીર ઈકબાલભાઈને પોલીસે ઝડપી લીધેલ છેે. જયારે મયુદીન ઉર્ફે ટીલીયો  હાજર નહીં મળી આવતાં આ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક સ્થળેથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧પ કિંમત રૂા. ૬ હજારના મુદ્દામાલ ઈમરાન ઉર્ફે ટીમી અબ્બાઅલીનાં રહેણાંક મકાનેથી પોલીસે ઝડપી લીધેલ છે અને આ રેડ દરમ્યાન આરોપી નહીં મળી આવતાં તેના વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews