ઉના તાલુકા કેળવણી મંડળનાં હિસાબોની આરટીઆઈથી માહિતી મંગાતા દોડધામ

0

ઉના તાલુકા કેળવણી મંડળ પાસે જાગૃત નાગરિક પ્રતિકભાઇ મોરઝરીયા દ્વારા તાલુકાના ટ્રસ્ટડીડ, છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબોનો રિપોર્ટ, ખર્ચ અંગેના વાઉચરોની પ્રમાણિત નકલો, છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટ દ્વારા થયેલ ઠરાવોની પ્રમાણિત નકલો, ટ્રસ્ટને મળેલ દાન અને દાનવીરોની યાદી, છેલ્લા ત્રણ વર્ષના ટ્રસ્ટના એજન્ડા અને મિનિટ બુકની પ્રમાણિત નકલ માંગેલ હતી. હાલ ઘણા સમયથી અવારનવાર વાદ વિવાદના વંટોળમાં રહેતા ટ્રસ્ટી મંડળ પાસે લેખિતમાં જવાબ માંગતા ટ્રસ્ટીઓમાં દોડધામ મચવા પામી છે. આ સંસ્થા વર્ષો જૂની છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી કેળવણી મંડળમાં હિસાબ કિતાબમાં ગોલમાલ થઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews