વેરાવળમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યુ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી

0

વેરાવળમાં ફીશ કંપનીમાં કામ કરતી સગીરાને તેનો ૨૦ વર્ષીય સાથી કર્મી બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોની ફરીયાદ બાદ પોલીસે બંન્નેને ઝડપી લઇ સગીરાનું મેડીકલ કરાવતા દુષ્કર્મ કરાયું હોવાનું સામે આવતા પોલીસે યુવક સામે પોસ્કો , અપહરણ, એટ્રોસીટી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ જીઆઇડીસીમાં ફીશ કંપનીમાં કામ કરતી અને પ્રભાસપાટણમાં રહેતી સગીરાને તેની સાથે જ કામ કરતો મયુદીન યુનુસ (ઉ.વ.૨૦) નામનો યુવક ભગાડી ગયો હતો. સગીરા રાત્રી સુધી ધરે ન પહોંચતા પરીવારજનોએ શોધખોળ હાથ ધરેલ પરંતુ કોઇ પતો મળેલ ન હતો. જેથી પોલીસને સગીરા ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે શોધખોળ હાથ ધરતા યુવક-યુવતિ બંન્નેને જુનાગઢ હાઇવે ઉપરથી ઝડપી લઇ પોલીસ સ્ટેશને લઇ આવવામાં આવેલ હતા. આ અંગે પીઆઇ એન.એમ. આહીરે જણાવેલ કે, ઉપરોકત બનાવ અંગે આરોપી મયુદીન સામે પોલીસે પોસ્કો, અપહરણ અને એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધેલ હતો. ગઈકાલે બંન્નેને પકડી લેવાયા બાદ સગીરાનું મેડીકલ કરાવવામાં આવેલ હતુ. જેમાં દુષ્કર્મ થયુ હોવાનું સામે આવતા ફરીયાદમાં દુષ્કર્મની કલમો ઉમેરવામાં આવી છે. યુવક-યુવતિ બંન્ને એક જ કંપનીમાં સાથે કામ કરતા હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews