વિસાવદરનાં મોટાકોટડા ગામે સરકારી જમીનમાં મકાન અને દુકાન બનાવી કબ્જાે કરવા બાબતે ગુનો દાખલ

0

વિસાવદરના મોટા કોટડા ગામે એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સરકારી જમીન ઉપર કબ્જાે કરી તેમાં મકાન તેમજ દુકાનો બનાવી નાંખવામાં આવતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે જેને પગલે વિસાવદર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મળતી વિગત મુજબ મોટા કોટડા ગામે આવેલ સર્વે નંબર ૧/ પૈકી ૧ /પૈકી ૧ની સરકારી જમીન ઉપર દડુભાઇ ભીખાભાઇ વાળાએ અનઅધિકૃત રીતે કબ્જાે કરી લીધો હતો. બાદમાં આ જમીન ઉપર રહેણાંક માટે મકાન તેમજ વ્યાવસાયિક હેતુ માટે દુકાનો બનાવી નાખ્યા છે. આ રીતે સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબ્જાે કરી ગુનો કર્યો છે. આ મામલે વિસાવદર મામલતદાર કચેરીના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ ભૂમિબેન કેશવાલાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ગુનો દાખલ કરી આગળની તપાસ જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!