કોરોના સંક્રમણ બાબતે વધુ કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ, ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને અપાઈ સૂચના

0

ગુજરાત રાજયમાં કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબુ લેવા માટે રાજય પોલીસ વડા દ્વારા પોલીસને આ સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છેે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં દેશનાં લોકોને સંક્રમણથી બચાવવા માટેનાં આગળનાં એકશન પ્લાનની ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી તમામ રાજયોનાં ઉચ્ચ અધિકારીઓ સાથે એક મીટીંગ લેવામાં આવી હતી. આ મીટીંગમાં થયેલ ચર્ચા આધારે ગુજરાત સરકાર દ્વારા પણ રાજયમાં આ સંક્રમણને અટકાવવા માટે ચોક્કસ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે. આ સંદર્ભે રાજયનાં ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયનાં તમામ પોલીસ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી એક મીટીંગ રાખીને આ એકશન પ્લાનનાં ચૂસ્ત અમલ માટે સૂચના આપવામાં આવેલ હતી. આ અગાઉ પણ ડી.જી.પી. દ્વારા તમામ એકમોને કોરોના સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ હતી. જેનાં અનુસંધાને છેલ્લા એક સપ્તાહમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કેસો તથા દંડમાં નોંધપાત્ર વધારો પણ થયો છે. આગામી સમયમાં પણ પોલીસ દ્વારા કોરોના સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડી.જી.પી. કચેરી તરફથી એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!