રાજય સરકાર કાં તો પોલીસ અધિકારીને છાવરે છે, કાં તો તેમનો કંટ્રોલ જ નથી : ભાજપનાં નેતા દિલીપ સંઘાણીનું વિવાદાભર નિવેદન

0

અમરેલીમાં ભાજપના કાર્યકરોનો પોલીસ સાથે સંઘર્ષ થતા તેને લઈને ભાજપના અગ્રણીઓએ હોબાળો મચાવી મૂક્યો છે. ભાજપના કાર્યકરોને પોલીસે માર્યાના આક્ષેપો સાથે પોલીસ સામે પગલાં ભરવાની જીદે ચડેલા કાર્યકરો-અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી. જેમાં ભાજપના અગ્રણી અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ તો રોષે ભરાઈને ગુજરાત સરકાર ઉપર જ સીધું નિશાન તાકી નિવેદન આપતા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. તેમણે સરકાર કાં તો પોલીસ અધિકારીને છાવરે છે કાં તો તેમનો કંટ્રોલ જ નથી તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રવિવારે અમરેલી વેક્સિનના કાર્યક્રમમાં આવવાના હોય ભાજપના કાર્યકરો શનિવારે મોડી રાતે તૈયારી કરતા હતા. તેવા સમયે પોલીસ દ્વારા બે કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સાથે બે ભાજપના કાર્યકર્તાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં મામલો બીચકતા ભાજપના ટોળેટોળા હોસ્પિટલમાં પહોંચયા હતા. સાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયા, નેતા દીલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના હોદ્દેદારો હોસ્પિટલમાં આવી પટાંગણમાં બેસી પોલિસી સામે કાર્યવાહીની માંગ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દિલીપ સંઘાણીએ ટેલિફોનિક રજૂઆત કરી અને સાથે જિલ્લા પોલીસ વડાને ફોન ઉપર કડક રીતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસ અને ભાજપના દિગ્ગજાે આમને સામને આવી ગયા છે. દિલીપ સંઘાણીએ એ.એસ.પી અભય સોની ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. તથા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું, વેક્સિનના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો કામ કરતા હતા. તેવા સમયે ડી.વાય.એસ.પી સોની બેહુદ વર્તન કરી માર મારી ગાળો આપી હતી. પોલીસ સામે કાર્યવાહી કરવા માટે મેં મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતા હોય તેવા સમયે વેક્સિનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટેનો આ પ્રયાસ છે. દિલીપ સંઘાણી મોડી રાતે ઉગ્ર મૂડમાં આવી ગયા અને હોસ્પિટલથી જિલ્લા પોલીસ વડાને ફોન કર્યો અને કહ્યું કે, તમે હેડ છો એક્સન લેવાની પ્રાઇમરી ફરજ તમારી છે. આ મુદ્દે સરકાર સામે આવી જશે. પોલીસ સામે લીડ લેવા મને લેશ માત્ર સંકોચ નથી. અમારે આંદોલન કરવું પડે. આવો તમને અહીં પોલીસના ક્યા ક્યા ગોરખ ધંધા ચાલે છે. ક્યા દારૂ વહેંચાય છે હું તમને બતાવું. વધુમાં તેમણે રોષમાં જણાવ્યું હતું કે, ગૃહ ખાતુ મુખ્યમંત્રી સંભોળતા હોય કાં તો મુખ્યમંત્રી આવા પોલીસ અધિકારીને છાવરે છે કાં તો કંટ્રોલ નથી. જાે કંટ્રોલ હોય તો પગલા ભરે અને છાવરતા હોય તો તેની છાપ આ મામલાથી સ્પષ્ટ થઈ જશે. શાસન ઉપર કેટલા કંટ્રોલ છે તે આવતા દિવસોમાં ખબર પડી જશે તેવા સંઘાણીના નિવેદનથી ભાજપમાં ચર્ચા શરૂ થઈ જવા પામી છે. આ અંગે એ.એસ.પી. અભય સોનીએ જણાવ્યું હતું કે, ભાજપના ૧૦- ૧ર કાર્યકરો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય તેમને ટોકતા તેઓએ માથાકૂટ કરી હતી. તેમને જવાનું કહેતા આ સમયે ધક્કામુક્કીમાં બે કાર્યકરો પડી ગયા હતા. જેઓ હોસ્પિટલમાં દાખલ થઈ માર માર્યાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
રેતી ખનન બિન્દાસ્ત ચાલે છે, પોલીસ કંઈ કરતી નથી ઃ અમરેલીમાં ખુલ્લેઆમ દારૂના હાટડા ચાલે છે ઃ ભાજપના આક્ષેપો
અમરેલીમાં ભાજપના કાર્યકરો સાથે પોલીસને થયેલ માથાકૂટ બાદ ભાજપના અગ્રણી નેતાઓએ પોલીસની કામગીરી સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ એસપીની સાથે ફોન ઉપર વાત કરતા કહ્યું હતું કે, અમરેલીમાં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ચાલે છે, ત્યારે પોલીસ તેની કામગીરી કેમ નથી કરતી તેમજ અમરેલીના ભાજપના સાંસદ કાછડીયા એ પણ પોલીસની મીઠી નજર તળે રેતી ખનન થઇ રહી હોવાનો પોલીસ ઉપર આક્ષેપ કર્યો હતો અમરેલીના કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીની કામગીરી ઉપર ભાજપના નેતાઓએ ગંભીર આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!