કેશોદ તાલુકાનાં અગતરાય ગામે ઝુંપડાને આગ ચાપવાનાં બનાવમાં સાત સામે ફરિયાદ

0

કેશોદના અગતરાય ગામે ૨ દિવસ પહેલાં પશુનો ઘાસચારો લેવા જતી એક મહિલાને પતિ-પત્નીએ ઠસડી, સખ્ત બાંધી માર માર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની બંન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને ૭૨ કલાક વિતી ગયા હોવા છતાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે. ત્યાં જ ભોગ બનનાર મહિલાના દિકરા, ભત્રીજા સહિત ૭ શખ્સોએ આરોપીના ઝુંપડાને આગ ચાંપી હતી. જેમાં ૧ ઘેટુ દાઝી જતાં મોતને ભેટ્યું હતું. અને પશુનો ઘાસચારો તેમજ ઘરવખરી બળી જતાં નાશ પામી હતી. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews