જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલો

0

જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જેનીલાબેન સોયબભાઈ સોરઠીયા (ઉ.વ. ૩૦)એ તેમના પતિ સોયબભાઈ હાજીભાઈ સોરઠીયા (રહે. કોર્ટ રોડ, નરસિંહ સ્કુલ સામે ) વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા આરોપી પતિ-પત્ની થતા હોય અને બંનેને વારંવાર માથાકુટ થતી હોય તેથી ફરિયાદીના પિતા તથા ભાઈ-ભાભી સમાધાન માટે ઘરે આવેલ ત્યારે સમાધાનની વાતચીત દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીના ડાબા હાથમાં કાંડા પાસે છરી મારી દઈ ઈજા કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાતાં આ આંગે એ ડીવીઝન પોલસીના હેડ કોન્સ્ટેબલ એસ.બી. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews