આ વર્ષે મહાકુંભ પર્વમાં શ્રીક્ષેત્ર કનખલ-હરિદ્વારના હરિહર આશ્રમના પંચ દશાનન જૂના અખાડા પીઠાધીશ આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનન્દગિરિજી મહારાજ દ્વારા ગંગાતટ ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના નિમિત્ત માત્ર યજમાન નૈરોબી કેન્યા સ્થિત નિલેશબાઇ જસાણી પરિવાર છે. કથામાં ઉપસ્થિત મહામંડલેશ્વર પૂજ્ય અવધેશાનંદજી, પૂજ્ય પાદ કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી મહારાજ, યોગ ઋષિ રામદેવજી મહારાજ, ગીતા મનીષી જ્ઞાનાનંદજી, પૂ. ચિદાનંદ સરસ્વતી મહારાજ, આ ક્ષેત્રના પ્રાંતિય અધ્યક્ષ મદન કૌશિક જી, કિન્નર સમાજના અધ્યક્ષા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીજી, અખિલેશ્વરાનંદજી, નૈસર્ગિકા ગિરિજી, પ્રદિપ બત્રાજી અને અનેક સાધુ-સંતો વચ્ચે રામકથાનો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભમાં ગીતા-મનિષિ મહામંડલેશ્વર પૂ. જ્ઞાનાનંદજી મહારાજે ભાવપૂર્ણ સંબોધન કર્યું હતું. પૂ. સ્વામી કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજીએ પોતાના સ્નેહ અને વાત્સલ્ય પૂરિત આશિર્વાદ પ્રદાન કર્યાં હતા. સર્વપ્રથમ બાપુએ ઉપસ્થિત તમામ સાધુ સંતોને વિનમ્રતાથી પ્રણામ કર્યાં હતા અને અહીં કથા કરવાનો અવસર પ્રાપ્ત થવા અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કથાના પ્રારંભમાં કાર્ષ્ણિ ગુરૂને વંદન કરતાં બાપુએ કહ્યું કે, સમગ્ર વ્રજમંડત્ર આપને નંદબાબા સ્વરૂપે જાેવે છે. આપના અપ્રતિમ વાત્સલ્ય અને આશિર્વાદ હંમેશા મળતાં રહે છે. ‘માનસ હરિદ્વાર’ વિષય સાથે બાપુએ રામચરિતમાનસમાં ‘હરિ’ અને ‘દ્વાર’ શબ્દ સાથેની ચોપાઇઓને કેન્દ્રમાં રાખી કથાનો શુભારંભ કર્યો હતો. બાપુએ કહ્યું કે, હરિદ્વાર નામ કેટલું પવિત્ર છે. ભાગીરથી ગંગાને અહીં પૃથ્વી ઉપર સ્પર્શ કરવાની ઇચ્છા થઇ છે. ભારતનો એવો પવિત્ર પ્રદેશ છે જ્યાં ક્યારેય કોઇએ દિવાલ ઉભી કરી નથી, અહીં દ્વાર જ દ્વાર છે. રામચરિતમાનસ દ્વારા અનેક પ્રકારના દ્વારોના દર્શન કરાવતાં કથાનું મંગલાચરણ અને ગ્રંથનો પરિચય તથા મહિમા સમજાવતાં કથાને વિરામ આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસની બીજી લહેરના પ્રસારને રોકવા અને લોકોની સુરક્ષા સંબંધિત ઘણાં દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યાં છે. તેને લક્ષ્યમાં રાખતાં કથા પંડાલમાં ઓછા લોકો એકત્રિત થાય તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા આમંત્રિત સદસ્યો સિવાય અહીં બીજા કોઇના નિવાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. કથા શ્રવણ માટે પંડાલમાં આવતા તમામ શ્રોતાઓની પાસે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો આવશ્યક છે. આ ઉપરાંત માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝેશન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરેક બાબતોનું ધ્યાન રાખતાં ગત સપ્તાહે વૃંદાવનમાં સંપન્ન થયેલી ‘માનસ વૃંદાવન’ કથાના અંતિમ દિવસે બાપુએ પોતાની વૈશ્વિક વ્યાસ-વાટિકા દ્વારા શ્રોતાઓને પોતાના ઘરે ટીવીના માધ્યમથી કથા સાંભળવા અનુરોધ કર્યો હતો. ૩ એપ્રિલ, ૨૦૨૧થી સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી તેમજ ૪ થી૧૧ એપ્રિલ ૨૦૨૧ સુધી સવારે ૧૦ થી ૧.૩૦ વાગ્યા સુધી આસ્થા ટીવી અને ચિત્રકૂટધામની યુટ્યૂબ ચેનલ ઉપર રામકથા સાંભળી
શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews